ગુજરાત દક્ષિણ ગુજરાત

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી- આ વિસ્તારમાં આગામી 5 દિવસ ધડબડાટી બોલાવશે વરસાદ

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે, છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ(Meteorological Department) અને હવામાન નિષ્ણાત(Meteorologist) અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી:
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હાલ રાજ્યના ઘણા અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં વિશિષ્ઠ સ્થિતિને કારણે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

અરબ સાગરમાં વિશિષ્ઠ સ્થિતિને લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, ભાવનગર જેવા શહેરોમાં અતિભારે વરસાદ પડી શકે. કેટલાક વિસ્તારોમાં 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ ખાબકશે.

વધુમાં અંબાલાલ પટેલએ જણાવતા કહ્યું છે કે, અતિભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનશે. બનાસકાંઠા, મહેસાણા, કડી બેચરાજી, સિદ્ધપુર, વિસનગર, પાટણમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જયારે સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રામાં પણ વરસાદ ખાબકી શકે છે. પાટડી અને દસાડામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને જે ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં સારો વરસાદ આગામી સમયમાં ખાબકશે.

હવામાન વિભાગે પણ કરી વરસાદને લઈને મોટી આગાહી:
શુક્રવારના રોજ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જયારે 9 અને 10 તારીખના રોજ વરસાદ રહેશે પરંતુ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 11મી અને 12મી જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખના રોજ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

administrator
R For You Admin