ગુજરાત દક્ષિણ ગુજરાત

ડાંગઃ સાપુતારા રોડ પર બસ ખીણમાં ખાબકી, બે મુસાફરોના મોત

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સાપુતારા રોડ પર સુરતની એક ખાનગી બસ ખીણમાં ખાબકતા બે મુસાફરોના મોત નિપજ્યા છે

ડાંગઃ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સાપુતારા રોડ પર સુરતની એક ખાનગી બસ ખીણમાં ખાબકતા બે મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 46થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક વહીવટી પ્રશાસન અને ગ્રામજનો બચાવ કામગીરીમાં જોડાયા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટરમાં ખસેડવામા આવ્યા હતા. સુરતના શ્યામ ગરબા ક્લાસિસની બસ શનિવારના રોજ ગિરિમથક સાપુતારાની એક દિવસની પીકનીકનું આયોજન કર્યુ હતુ. શ્યામ ગરબા ક્લાસિસની પાંચ બસ સાપુતારાના પ્રવાસે ગઈ હતી. ત્યારે મોડી સાંજે વરસતા વરસાદ વચ્ચે સુરત ફરતા સમયે સાપુતારાથી ઘાટ ઉતરતા સમયે મયુર હોટલ નજીક ભયજનક વળાંગ પાસે પાંચ બસ પૈકી GJ-02-W-0150 નંબરની બસ સ્લીપ થઈ જતા ખીણમાં ખાબકી હતી. 50થી વધુ મુસાફરો ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ સ્થાનિક વહીવટી પ્રશાસન અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

સાથે જ સ્થાનિક વિસ્તારના ગ્રામજનો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. અકસ્માતમાં બે મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને શામગહાન આરોગ્ય કેંદ્ર પર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે અકસ્માત ગ્રસ્ત બસના મુસાફરોને અન્ય ખાનગી વાહનોમાં સુરત લઈ જવાયા હતા.

મળતી વિગતો અનુસાર, રાજ્યના માર્ગ મકાન મંત્રી પુરણેશ મોદીને આ ગોઝારી ઘટનાની જાણ થતા જ, તેમણે તાત્કાલિક બીજેપીના વઘઇ, સાપુતારા સહિત ડાંગના કાર્યકરો, સ્વયંસેવકોને તુરંત ઘટના સ્થળે પહોંચી, જરૂરી મદદ પુરી પાડવાની સૂચના આપતા કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યા જિલ્લા વહીવટી તંત્રને સાથ આપ્યો હતો, ઘાયલોને સાપુતારા તથા શામગહાન આરોગ્ય કેન્દ્રો સહિત આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

અકસ્માતમા મૃત્યુ પામનારાઓની યાદીમાં સોનલબેન સ્નેહલભાઈ દાબડા, ઉ.વ.૪૫, રહે.અડાજણ, સુરત અને કુંદનબેન કિર્તીશભાઈ સાપરિયા, ઉ.વ.૪૨, રાંદેર, સુરત નું નામ છે.

administrator
R For You Admin