ગુજરાત દક્ષિણ ગુજરાત

ઓરંગા નદી બની ગાાંડીતૂર, NDRFની ટીમે 70 લોકોનું કર્યું રેસ્ક્યુ

વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે, જેના કારણે ઓરંગા નદી ગાાંડૂતૂર બની છે. વલસાડ ઓરંગા નદી દ્વારા તેની બંને બાજુ જે પ્રમાણે પૂરને લઈને તારાજી સર્જાય છે.

Gujarat Rain Update: વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે, જેના કારણે ઓરંગા નદી ગાાંડૂતૂર બની છે. વલસાડ ઓરંગા નદી દ્વારા તેની બંને બાજુ જે પ્રમાણે પૂરને લઈને તારાજી સર્જાય છે તેના એરિયલ ફોટોગ્રાફ બતાવે છે કે કેટલા વિસ્તારમાં નદીનું પાણી ફરી વળ્યું છે. હાલ ઓરંગા નદીથી હનુમાન ભાગડા, લીલાપોર, વેજલ પોર, બરૂડિયા વાડ, તરિયા વાડ, કાશ્મીરા નગર, જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે.

300થી વધુ લોકોનું સ્થળાંતર

ઓરંગા નદીમાં પુર આવતા અનેક લોકો ફસાયા છે. એનડીઆરએફની ટીમે અત્યાર સુધી 70થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા છે. જ્યારે 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓરંગા નદીના પ્રવાહમાં જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અઢી કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિને સલામત બહાર કાઢવામાં આવ્યો છે. ઓરંગા નદીમાં પુર આવતા નદી કિનારા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેતી કિનારા વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે જીલ્લા કલેકટરે ટ્વીટ કરી કિનારા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત અસગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર શરુ કરવામાં આવ્યું છે.

એનડીઆરએફના જવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું

વલસાડ ઓરંગા નદીમાં રેતી કાઢવાનું કામ કરતા કિશોર પ્રોજેક્ટના બે મજૂર જેસીબી પર જ સુતા હતા અને અચાનક ચારે બાજુ પાણી ફરી વળ્યું. ત્યાર બાદ તેઓએ બચાવ માટે અન્ય લોકોનો સંપર્ક કર્યો હતો. તેઓના અન્ય કર્મચારીઓને અને ત્યારબાદ ગ્રામજનોને પણ ખબર પડતા આ બાબતની જાણ તંત્રને કરવામાં આવી હતી. વલસાડ કલેક્ટર દ્વારા તુરંત સક્રિય થઈને એનડીઆરએફની ટીમ બીજા રસ્તે ઓરંગા નદી ખાતે થઈ રહેલા રેતી ખનનના કામ નજીક એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી હતી. ભારે જહેમત અને કુનેહથી એનડીઆરએફના જવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું હતુ.આખરે આ બન્ને વ્યક્તિને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.

વલસાડના છીપવાડ દાણાબજારમાં પણ પાણી ભરાયા છે. ઓરંગાનદીનું પાણી ઓફરફ્લો થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. વલસાડના દાણાબજારમાં પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સમાન્ય રીતે આ વિસ્તારમાં ભારે વરસાદ પડે તો જ પાણી ભરાતા હોય છે પરંતુ અત્યારે વગર વરસાદે પાણી ભરાયા છે.

administrator
R For You Admin