ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતના આ ધોધનો નઝારો જોઈ તમે વિદેશી ડેસ્ટિનેશન ભૂલી જશો

ચોમાસાની શરૂવાત થતાની સાથે તાપી જિલ્લાના જંગલ વિસ્તારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદ પડતાની સાથે સોંનગઢ તાલુકાના જંગલ વિસ્તારોમાં અનેક ધોધ, ઝરણાં જીવંત થયા છે.

Gujarat Rain Upadate: ચોમાસાની શરૂવાત થતાની સાથે તાપી જિલ્લાના જંગલ વિસ્તારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદ પડતાની સાથે સોંનગઢ તાલુકાના જંગલ વિસ્તારોમાં અનેક ધોધ, ઝરણાં જીવંત થયા છે. સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલ ચિમેર ધોધ જીવંત થયો છે. વરસાદ પડતાંની સાથે ચિમેર ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખિલી ઉઠ્યું છે. ગાઢ જંગલમાં આવેલો અને લગભગ 300 ફૂટની ઉંચાઈથી પડતો ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત, વડોદરા,અને મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓ ધોધનો નઝારો માણવા આવી રહ્યાં છે. ગાઢ જંગલની વચ્ચે આવેલો ધોધનો નજારો માણવા લાયક છે. જો કે, ધોધ સુધી પોહચવાનો રસ્તો બિસમાર હોવાને લઈને પ્રવાસીઓને થોડી હાલાકી પડી રહી છે.

administrator
R For You Admin