દેશ-વિદેશ

PM મોદીએ નવા સંસદ ભવનની છત ઉપર બનેલા 6.5 મીટર ઉંચા રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું, જાણો વિશેષતા

PM Modi Inagurated National Ashoka Emblem: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે નવા સંસદ ભવનની છત પર બનાવવામાં આવેલા રાષ્ટ્રીય અશોક ચિન્હનું અનાવરણ કર્યું હતું. આ રાષ્ટ્રીય પ્રતિકની ઉંચાઈ 6.5 મીટર છે. આ અનાવરણ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી અધિકારીઓએ આ રાષ્ટ્રીય પ્રતિક અંગે માહિતી આપતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ નવા સંસદ ભવનની છત પર જે રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું છે તે કાંસામાંથી બનેલું છે. 6.5 મીટર ઉંચાઈ ધરાવતા આ રાષ્ટ્રીય પ્રતિકનું કુલ વજન 9,500 કિલો છે. નવા સંસદ ભવનની છતની મધ્યમમાં આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિકને ટેકો આપવા માટે લગભગ 6,500 કિલો વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.

 

PM @narendramodi unveiled the National Emblem cast on the roof of the New Parliament Building today morning.
He also interacted with the Shramjeevis involved in the work of the new Parliament.@PMOIndia pic.twitter.com/QriDbqNf0v

— DD News (@DDNewslive) July 11, 2022

PM મોદીએ શ્રમજીવીઓ સાથે વાતચીત કરીઃ
રાષ્ટ્રીય પ્રતિકના અનાવરણ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી સંસદના નિર્માણ કાર્યમાં જોડાયેલા શ્રમજીવીઓ સાથે પણ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ શ્રમિકોને કહ્યું કે, આ ઈમારતના નિર્માણમાં લાગેલા શ્રમિકો દેશના ગૌરવમાં ઘણું યોગદાન આપી રહ્યા છે.

I had a wonderful interaction with the Shramjeevis who have been involved in the making of the Parliament. We are proud of their efforts and will always remember their contribution to our nation. pic.twitter.com/p4LUFmCTDx

— Narendra Modi (@narendramodi) July 11, 2022

વાતચીત દરમિયાન એક મજૂરે પીએમને નિર્માણાધીન સંસદમાં આવવા વિશે કહ્યું કે, તમારું અહીં આવવું એ અમારા માટે ભગવાન રામનું શબરીની ઝૂંપડીમાં આવવા જેવું છે. તેના પર પીએમએ કહ્યું કે, વાહ! આ તમારી કુટીર છે. તે પછી તેમણે કહ્યું કે, દેશના દરેક ગરીબને એવું લાગવું જોઈએ કે આ (સંસદ ભવન) તેમની ઝૂંપડી છે.

administrator
R For You Admin