રમત ગમત

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત, વિરાટ-બુમરાહને આરામ આપવામાં આવ્યો

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન હશે. જોકે, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને કેએલ રાહુલને ટી20 ટીમમાં જગ્યા મળી છે. પરંતુ તે પહેલા આ બંને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આર અશ્વિન ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે આર અશ્વિન વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની યોજનાનો ભાગ છે.

આ પહેલા રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને ઋષભ પંતને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ રોહિત શર્મા સિવાય હાર્દિક પંડ્યા અને રિષભ પંતની ટી-20 શ્રેણીમાં વાપસી થઈ છે.

આ ખેલાડીઓને સ્થાન મળ્યું નથી

ટીમ ઈન્ડિયાના નંબર વન સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને પણ ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટ પાંચ મેચોની શ્રેણીમાં રવિ બિશ્નોઈને વધુ તક આપી શકે છે.

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરીઝનો હિસ્સો રહેલા ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની સિરીઝમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ પ્રવાસમાં ટીમે 5 T20 મેચ રમવાની છે. 3 મેચની વનડે સીરીઝ માટે ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ ટી-20 શ્રેણી મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે.

WI સામે 5 T20I માટે ભારતની ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, કેએલ રાહુલ*, એસ યાદવ, ડી હુડા, એસ ઐયર, ડી કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ*, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

Published at : 14 Jul 2022 02:28 PM (IST)

administrator
R For You Admin