બોલિવૂડ મનોરંજન

Kangana Ranautની ફિલ્મ Emergencyનું ટીઝર, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના લૂકમાં છવાઈ એક્ટ્રેસ

કંગના રનૌતની (Kangana Ranaut) તેની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો (Film Emergency) ફર્સ્ટ લૂક અને ટીઝર સામે આવ્યું છે. જેમાં એક્ટ્રેસ ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી. આ ફિલ્મ કંગના રનૌતે પોતે લખી છે અને ડિરેક્ટ પણ પોતે છે. તેના પ્રોડક્શન હાઉસ હેઠળ આ ફિલ્મ બની રહી છે. એક્ટ્રેસને આ ફિલ્મ પાસેથી ઘણી આશા છે.

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતની (Kangana Ranaut) ઘણા સમયથી રાહ જોવાઈ રહેલી અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો (Film Emergency) ફર્સ્ટ લૂક અને ટીઝર આખરે સામે આવ્યું છે, જેમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી. તેની પહેલી ઝલક દમદાર છે. પોસ્ટર શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે ‘રજૂ કરી રહી છું ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક! દુનિયાના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી અને વિવાદાસ્પદ મહિલાઓમાંથી એકનું ચિત્રણ’. ‘ઈમરજન્સી’ના ફર્સ્ટ લૂક પોસ્ટરની વાત કરીએ તો, કંગના રનૌતે ઈન્દિરા ગાંધીના લૂકને પૂરી રીતે અપનાવી લીધો છે. પોસ્ટરમાં એક્ટ્રેસના હાથમાં ચશ્મા અને આંખમાં નિરાશા છે. આ પોસ્ટરની સાથે એક્ટ્રેસે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું ગઈ હોવાનું પણ જણાવ્યું છે. કંગના આ ફિલ્મની રાઈટર અને ડિરેક્ટર પણ છે. આ ફિલ્મ તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘ઈમરજન્સી’નું ટીઝર પર શેર કર્યું છે, જેની શરૂઆત થાય છે એક ફોન કોલથી. આ વોશિંગટન, ડીસી 1971ની વાત છે. આ ફોનને સેક્રેટરી રિસીવ કરે છે અને પછી એક મોટી ઓફિસમાં જાય છે, જ્યાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહેલી કંગના રનૌત ફાઈલ જોઈ રહી હોય છે. અહીંયા પૂર્વ વડાપ્રધાન તરીકે તેની પહેલી ઝલક જોવા મળે છે. તે કહે છે ‘અમેરિકાના પ્રેસિડેન્ટને કહી દેજો, મને કાર્યાલયમાં બધા મેડમ નહીં, સર કહીને બોલાવે છે’. આ સાથે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ‘રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરી છે’. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે ‘તેને રજૂ કરી રહી છું, જેમને ‘સર’ કહેવામાં આવતા હતા’.

ફિલ્મમાં શું જોવા મળશે?

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આ ફિલ્મ તે વિષય પર આધારિત છે જ્યારે ભારતમાં ઈમરજન્સી લાગુ કરાઈ હતી. તે સમયે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. 1975માં ઈમરજન્સીની જાહેરાત કરાઈ હતી. 21 મહિના સુધી દેશ પર ઈમરજન્સી લાગુ હતી. તેવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના એક સૌથી મોટા નિર્ણય ઓપરેશન બ્લૂ સ્ટારનો પણ ઉલ્લેખ હશે.

લૂક પર કરી છે જબરદસ્તમ મહેનત
કંગનાએ ‘ઈમરજન્સી’માં ઈન્દિરા ગાંધી જેવા દેખાવા માટે ઘણી મહેનત કરી છે. તેણે મેકઅપ માટે ઓસ્કાર વિનિંગ મેકઅપ આર્ટિસ્ટ ડેવિડ મેલિનોવસ્તીને પસંદ કર્યા છે. ડેવિડને 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડાર્કેક્ટ ઓવર’ માટે બેસ્ટ મેકઅપ અને હેર સ્ટાઈલિંગ માટે ઓસ્કાર મળ્યો હતો.

કમાલ ન કરી શકી કંગના રનૌતની આ ફિલ્મો
આ પહેલા કંગના રનૌત ‘ધાકડ’માં દેખાઈ હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ ગઈ હતી. ફિલ્મને માંડ 5 કરોડનો વકરો થયો હતો. આ પહેલા તે ‘થલાઈવી’માં દેખાઈ હતી, તે પણ કંઈ જાદૂ કરી શકી નહોતી. અગાઉ તેની ‘પંગા’ અને ‘જજમેન્ટલ હૈ ક્યાં’ને પણ સારો રિસ્પોન્સ નહોતો મળ્યો. એક્ટ્રેસને હવે ‘ઈમરજન્સી’ પાસેથી અપેક્ષા છે. આ સિવાય તેની પાસે ‘તેજસ’ અને ‘ટિકૂ વેટ્સ શેરુ’ નામની ફિલ્મ પણ છે.

administrator
R For You Admin