નવી દિલ્લીઃ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ અને ભૂતપૂર્વ નાણામંત્રી યશવંત સિંહા વચ્ચે સોમવારે (18 જુલાઈ) રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ રહી છે. જો કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુની તરફેણમાં આંકડા ઊંચા છે. યશવંત સિંહા વિપક્ષની સંયુક્ત પસંદગી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થાય છે, લગભગ 4,800 સાંસદો અને ધારાસભ્યો દેશના ટોચના પદ માટે મતદાન કરવા માટે તૈયાર છે. આગામી રાષ્ટ્રપતિ માટે મતોની ગણતરી ગુરુવારે (21 જુલાઈ) થશે અને શપથ ગ્રહણ 25 જુલાઈએ થશે. દ્રૌપદી મૂર્મુ કે યશવંત સિન્હા બનશે દેશના 15મા રાષ્ટ્રપતિ, આવો જાણીએ આ પહેલા કોણ હતા રાષ્ટ્રપતિ?
છેલ્લા 6 રાષ્ટ્રપતિને હતુ કોંગ્રેસનુ સમર્થન 1950માં રાષ્ટ્ર પ્રજાસત્તાક બન્યુ ત્યારથી ભારતના 14 રાષ્ટ્રપતિઓમાંથી સાત રાજકીય પક્ષના હતા. જેમાંથી છને કોંગ્રેસનુ સમર્થન હતુ. અન્ય સાત અપક્ષો હતા. ભારતના 14માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખુરશી સંભાળનાર પ્રથમ ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થિત ઉમેદવાર હતા.
બે રાષ્ટ્રપતિનુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ રાષ્ટ્રપતિ કાર્યાલયમાં બે રાષ્ટ્રપતિઓ, ઝાકીર હુસેન અને ફખરુદ્દીન અલી અહેમદનુ અવસાન થયુ હતુ. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ દેશના એવા રાષ્ટ્રપતિ છે જેઓ બે વખત રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. આ પદ માટે છેલ્લા કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા અને આ વર્ષે ભાજપના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુનાઆવવાની પૂરી સંભાવના છે.
1969ની રાષ્ટ્રપતિની ચૂંટણી હતી સૌથી રસપ્રદ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી મોટાભાગે સીધી લડાઈ હોય છે. જો કે, 1969ની ચૂંટણી અત્યાર સુધીની સૌથી રસપ્રદ ચૂંટણી હોવાનુ કહેવાય છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી અપક્ષ વીવી ગિરી સામે હારી ગયા હતા. જેમને ઈન્દિરા ગાંધીનુ સમર્થન હોવાનુ કહેવાય છે. રેડ્ડી બાદમાં 1977માં કોઈપણ રાષ્ટ્રપતિની ચૂંટણી વિના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
દેશના અત્યાર સુધીના રાષ્ટ્રપતિની યાદી
1. રાજેન્દ્ર પ્રસાદ, 1950-1962, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2. સર્વપલ્લી રાધાક્રિષ્નન 1962-1967 અપક્ષ
3. ઝાકિર હુસૈન 1967-1969 (કાર્યાલયમાં અવસાન પામ્યા) અપક્ષ
4. વી.વી. ગિરી 1969-1974 સ્વતંત્ર
5. ફકરુદ્દીન અલી અહેમદ 1974 1977 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
6.નીલમ સંજીવા રેડ્ડી 1977-1982 જનતા પાર્ટી
7. ઝૈલ સિંહ 1982-1987 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
8. રામાસ્વામી વેંકટરામન 1987-1992 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
9. શંકર દયાલ શર્મા 1992-1997 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
10. કે.આર. નારાયણ 1997-2002 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
11. એપીજે અબ્દુલ કલામ 2002-2007 અપક્ષ
12. પ્રતિભા પાટીલ 2007-2012 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
13. પ્રણવ મુખર્જી 2012-2017 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
14. રામનાથ કોવિંદ 2017-2022 ભારતીય જનતા પાર્ટી