ગુજરાત દક્ષિણ ગુજરાત

ઠગે ભરૂચના અધિક નિવાસી કલેક્ટરને એવો ચૂનો લગાવ્યો કે માથું ખંજવાળતા રહી જશો

RAC જે.ડી.પટેલ ભરૂચ HDFC બેંકમાં હોમ લોન લેવા માટે ઇન્કવાયરી કરવા ગયા હતા. જેમાં તેઓના નામે માતબર લોન ₹85,990ની ચાલતી હોવાનું બેંકે જણાવતા તેઓ શોક થઈ ગયા હતા. CIBIL સ્કોર ચેક કરાવતા ખબર પડી કે તેમના નામે 29 મે 2018ના રોજ નોઈડા IDFC ફર્સ્ટ બેંકમાંથી લોન લેવાઈ હતી. અંકલેશ્વરની બેંકમાં તપાસ કરતા સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો હતો.

ભરૂચ: સામાન્ય માણસ તો ઠીક પરંતુ ભરૂચના અધિક નિવાસી કલેક્ટર પણ છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અધિક નિવાસી કલેક્ટર જે ડી પટેલ બેંકમાં હોમ લોનની ઈન્કવાયરી માટે ગયા હતા. ત્યારે બેંકે તેમણે કહ્યું કે, તમારા નામે માતબર લોન ચાલે છે. બેંકે વધુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, 4 વર્ષ પહેલા 86 હજારનો iPhoneનો હપ્તો ચાલતો હોવાનું જણાવ્યું હતું. આ સાંભળતા જ તેઓ હચમચી ગયા હતા. આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છેતરપિંડીનો ભોગ બનેલા અધિકારીની ફાઈલ તસવીર

 

સાયબર ક્રાઈમ હવે આધુનિક અને ડિજિટલ યુગમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. સામાન્ય લોકો તો આમા ફસાઈ જાય છે પણ કોઈ અધિકારી તેનો ભોગ બને ત્યારે નવાઈ લાગે છે. ફરિયાદના અનુસાર નોઈડા IDFC ફર્સ્ટ બેન્કમાંથી કલાસ વન અધિકારીના નામ, આધાર અને પાનકાર્ડનો ઉપયોગ કરી એપલનો ફોન ખરીદવામાં આવ્યો હતો. છેતરપિંડી ઓનલાઈન નહીં પરંતુ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને આચરવામાં આવી હોવાથી તેઓ કોઈ સાયબર ક્રાઈમનો ભોગ નથી બન્યા તેવું કહી શકાય છે.

ભરૂચના RAC જયસુખ ધીરૂભાઈ પટેલે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર વાત છે RAC જે.ડી.પટેલ ભરૂચ HDFC બેંકમાં હોમ લોન લેવા માટે ઇન્કવાયરી કરવા ગયા હતા. જેમાં તેઓના નામે માતબર લોન ₹85,990ની ચાલતી હોવાનું બેંકે જણાવતા તેઓ શોક થઈ ગયા હતા. CIBIL સ્કોર ચેક કરાવતા ખબર પડી કે તેમના નામે 29 મે 2018ના રોજ નોઈડા IDFC ફર્સ્ટ બેંકમાંથી લોન લેવાઈ હતી. અંકલેશ્વરની બેંકમાં તપાસ કરતા સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો હતો.

સૂત્રોએ જણાવ્યા અનુસાર છેતરપિંડીનો મામલો ઘણો સંદિગ્ધ છે. દિલ્હી નોઈડામાં બેઠા બેઠા એક કલાસ વન અધિકારીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને iphone ખરીદી લીધો અને તેમને આટલા વર્ષો સુધી આ અંગે ખબર પણ ના પડી તેવી ઘટના પોલીસને પણ મુંઝવણમાં મૂકી દે તેવી છે. સમગ્ર મામલે સંબધિત પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

administrator
R For You Admin