દેશ-વિદેશ

શ્રીલંકા: પેટ્રોલ માટે બે દિવસ લાઈનમાં ઊભો રહ્યો ક્રિકેટર, 10 હજારનું પેટ્રોલ 2 દિવસમાં ખતમ

ચમિકા કરુણારત્નેએ વર્ષ 2019માં ડેબ્યુ કર્યું હતું અને અત્યારે દેશની આવી કરુણ સ્થિતિ જોતાં ખૂબ નિરાશ છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ચમિકા કરુણારત્નેએ જણાવ્યું કે મને 2 દિવસ રાહ જોયા પછી પેટ્રોલ મળ્યું. દેશમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે. ગાડી હોવા છતાં હું ક્રિકેટની પ્રેક્ટિસ માટે જઈ શકતો નથી.

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થતાં સામાન્ય નાગરિકોની સાથે-સાથે ક્રિકેટર્સ પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે શ્રીલંકાનો યુવા ક્રિકેટર ચમિકા કરુણારત્ને (Chamika Karunaratne) ગાડીમાં પેટ્રોલ નહીં હોવાથી મેચ પ્રેક્ટિસ માટે જઈ શકતો નથી. ચમિકા કરુણારત્નેને પોતાની ગાડીમાં પેટ્રોલ ભરવા માટે 2 દિવસ રાહ જોવી પડી. ક્રિકેટર ચમિકા કરુણારત્નેએ જણાવ્યું કે અત્યારે અમે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. હું છેલ્લાં 2 દિવસથી પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઊભો છું. મેં 10,000 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું જે માત્ર 2થી 3 જ દિવસ ચાલ્યું.

શ્રીલંકા અત્યારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે છતાં ત્યાં ક્રિકેટનું આયોજન ચાલુ છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમે અહીં મુલાકાત લીધી જ્યારે પાકિસ્તાનની ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે અહીં આવી છે. ચમિકા કરુણારત્નેએ વર્ષ 2019માં ડેબ્યુ કર્યું હતું અને અત્યારે દેશની આવી કરુણ સ્થિતિ જોતાં ખૂબ નિરાશ છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ચમિકા કરુણારત્નેએ જણાવ્યું કે મને 2 દિવસ રાહ જોયા પછી પેટ્રોલ મળ્યું. દેશમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે. ગાડી હોવા છતાં હું ક્રિકેટની પ્રેક્ટિસ માટે જઈ શકતો નથી.

શ્રીલંકામાં રાજપક્ષે પરિવારની રાજનીતિનો The End

ગોટબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) શ્રીલંકા (Sri Lanka)ના રાષ્ટ્રપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સિંગાપોર પહોંચ્યા પછી પોતાનું રાજીનામું ઈ-મેલ પર શ્રીલંકાની સંસદના સ્પીકરને મોકલ્યું છે. બીજી તરફ શ્રીલંકામાં સેનાએ રાષ્ટ્રપતિ ભવનને પોતાના કબજામાં લઈ લીધું છે અને પ્રદર્શનકારીઓ પાછા હટી ગયા છે. કેટલાક પત્રકારો અને સેનાના જવાનો ઉપરાંત આ ભવનમાં કોઈ નથી. ગત શનિવારે હજારો પ્રદર્શનકારીઓએ દેશની સૌથી પ્રમુખ ઈમારતને પોતાના કબજામાં લઈ લીધી હતી. દેશમાં શાંતિ વ્યવસ્થા સ્થાપવા અને સ્થિતિને કાબુમાં લેવા માટે સેનાને કાયદા અંતર્ગત બળ પ્રયોગ કરવાનો અધિકાર આપી દેવાયો છે.

 

administrator
R For You Admin