ઉત્તર ગુજરાત ગુજરાત

બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, ડેમો અને નદીઓમાં નવા નીર આવ્યા

Gujarat Rainfall Forecast: ગુજરાતમાં આજે પણ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ચાલુ અઠવાડિયા દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેશે. આજે અમદાવાદમાં પણ વરસાદ પડશે. ભારે વરસાદના પગલે અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાની સૂચના આપવામાં આવી છે.

Gujarat Rainfall Forecast: અઠવાડિયાના બાકી દિવસોમાં પણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહેવાના છે. ગઈકાલે પણ અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ નોંધાયો હતો. આજે આગામી કલાકોમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટછવાયો સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય અમદાવાદ અને રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગઈકાલે રાજ્યના અમદાવાદની સાથે ગાંધીનગર, વડોદરા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા રહિતના ભાગોમાં વરસાદ થયો હતો. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં મધ્યમથી ભારે વરસાદ વરસી પડવાની સંભાવના છે. ભારે વરસાદની આગાહીને જોતા સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આ તરફ વડોદરામાં ભારે વરસાદના થતા વિશ્વાસમીત્રી નદીમાં જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોમાં મગરનો ફફડાટ ફેલાઈ રહ્યો છે. રહેણાંક વિસ્તાર નજીક મગર દેખાવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

અમદાવાદમાં પણ વરસાદ થશે
આજે અમદાવાદ સહિત ગાંધીનગર, ખેડા, મહેસાણા, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થવાની આગાહી છે. ગઈકાલે અમદાવાદમાં સામાન્ય વરસાદ થયા પછી પણ પૂર્વ વિસ્તારના મણિગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજ્યની પૂર્ણા, અંબિકા, મેશ્વો, બુઢેલી, ઢાઢર, સાબરમતી, હેરણ સહિતની નદીઓમાં ભારે વરસાદ બાદ નવા નીર આવ્યા છે. ઉપરવારમાં થયેલા સારા વરસાદ બાદ ડેમોમાં પણ પાણીની આવકમાં વધારો થતા તેને છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને ગણતરીના દિવસોમાં જ મેઘરાજાએ ગુજરાતને તરબોળ કરી દીધું છે. રાજ્યમાં સરેરાશ 60 ટકા વરસાદ થઈ ગયો છે.

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત પર મેઘરાજા પ્રસન્ન થયા છે. રિપોર્ટ્સ મુજબ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. TDO, BHO, PI, CO સહિતના અધિકારીઓને ભારે વરસાદને કારણે એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

administrator
R For You Admin