દેશ-વિદેશ

President Election 2022 Result: જાણો શું હોય છે રાષ્ટ્રપતિની તાકાત, પગાર અને તેમને મળતી સુવિધાઓ

15th President Of India: આજે દેશને 15મા રાષ્ટ્રપતિ મળવાના છે. આ માટે અગાઉ ચૂંટણી યોજાઈ ગઈ અને આજે મતગણતરી શરુ થવાની છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જાણો રાષ્ટ્રપતિના પદ અંગે ના જાણેલી કેટલીક બાબતો. તેમના પગારથી લઈને તેમને મળતી સુવિધાઓ અંગે જાણો.

President Election 2022 Result: દેશને આજે 15મા રાષ્ટ્રપતિ મળવાના છે. આજે જીતનારા ઉમેદવાર હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જગ્યા લેશે. કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. માટે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. એવામાં સામાન્ય લોકોના મનમાં રાષ્ટ્રપતિના પદને લઈને અનેક સવાલો હશે. આવો જાણીએ દેશના સર્વોચ્ચ પદ પર બેસનારી વ્યક્તિ પાસે કેવી શક્તિ હોય છે અને દેશના બંધારમાં તેમના પાસે કેવી-કેવી સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

અનુચ્છેદ 54માં રાષ્ટ્રપતિ ચૂંટણીનો ઉલ્લેખ
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ બંધારણની અનુચ્છેદ 54માં કરવામાં આવ્યો છે. આ પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપે થતી હોય છે. જેમાં સામાન્ય વ્યક્તિ મતદાન કરી શકતી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કૉલેજ કરે છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિશેષ રીતે મતદાન થતું હોય છે.

ચીફ જસ્ટિસ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે
ભારતમાં રાષ્ટ્રપતિને દેશના ચીફ જસ્ટિસ શપથ લેવડાવે છે. ચીફ જસ્ટિસની ઉપસ્થિતિ ના હોય તો સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જસ્ટિસ શપથ લેવડાવે છે. બંધારણના અનુચ્છેદ 60માં રાષ્ટ્રપતિને શપથ લેવડાવવા અંગે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.

રાષ્ટ્રપતિનું મૃત્ય થાય તો તેમનું પદ કોણ સંભાળે છે?
રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય કે તેમનું પદ ખાલી પડ્યું હોય ત્યારે તેની જવાબદારી ઉપરાષ્ટ્રપતિ સંભાળે છે. ઉપરાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળે ત્યારે તેમણે રાષ્ટ્રપતિ પદની શપથ લેવાની હોય છે. જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ લેવડાવે છે. જો એ સમયે ઉપરાષ્ટ્રપતિનું પદ પણણ ખાલી હોય તો આ જવાબદારી દેશના ચીફ જસ્ટિસ સંભાળે છે. CJIનું પદ પણ ખાલી હોય તો આવા સમયે સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજના માથે આ જવાબદારી આવતી હોય છે.

ઉપરાષ્ટ્રપતિને આપી શકે છે રાજીનામું
રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની સ્થિતિ બને તો ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા મહત્વની થઈ જાય છે. રાષ્ટ્રપતિ પોતાના ઉપરાષ્ટ્રપતિને સોંપી શકે છે. રાષ્ટ્રપતિનું પદ 6 મહિનાથી વધુ સમય માટે ખાલી રાખી શકાતું નથી.

રાષ્ટ્રપતિનીની શપથ વિધિ 25 જુલાઈએ જ કેમ
રાષ્ટ્રપતિ ક્યારે શપથ લેશે તે અંગે સંવિધાનમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, 1977માં નીલમ સંજીવની રેડ્ડી નિર્વિરોધ રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા. તેમણે 25 જુલાઈ 1977માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. જે પછી આ પરંપરા બની ગઈ છે. તે પછીના રાષ્ટ્રપતિ 25 જુલાઈએ જ શપથ લે છે.

રાષ્ટ્રપતિના શું અધિકાર હોય છે?
ભારતના રાષ્ટ્રપતિ બ્રિટનના મહારાણીની જેમ હોય છે, જેમની જવાબદારી મહત્વની ગણાય છે. રાષ્ટ્રપતિ દેશના રાજકીય સંસ્થાનો પર નજર રાખે છે, જેથી રાજ્યને ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે હળીમળીને કામ કરી શકે. જો બંધારણ વાંચશો તો માલુમ પડશે કે એવું કશું જ નથી કે રાષ્ટ્રપતિ ના કરી શકે. અનુચ્છેદ 53 હેઠળ રાષ્ટ્રપતિની શક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • અનુચ્છેદ 72 હેઠળ રાષ્ટ્રપતિ, કોઈ ગુના માટે દોષિથ ઠેરવાયેલા કોઈ પણ વ્યક્તિની સજાને માફ, અટકાવવાનો નિર્ણય લેવાની સાથે તેને ખતમ પણ કરી શકે છે. રાષ્ટ્રપતિએ મૃત્યુદંડની સજા મળી હોય તેના ગુનાની સજાનો નિર્ણય લેવાનો પણ અધિકાર છે.
  • ભારતના ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના અને રાજ્યની હાઈકોર્ટના જજો, રાજ્યપાલો, ચૂંટણી કમિશન અને અન્ય દેશોમાં રાજદૂતોની નિમણૂક કરે છે.
  • અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિ, યુદ્ધ કે બહારના આક્રમણ કે સશશ્તર વિદ્રોહની સ્થિતિમાં દેશમાં ઈમર્જન્સીની જાહેરાત કરી શકે છે.
  • રાષ્ટ્રપતિ અનુચ્છેદ 80 હેઠળ સાહિત, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં વિશેષ જ્ઞાન કે વ્યવહારિક અનુભવ ધરાવતા 12 વ્યક્તિઓને રાજ્યસભા માટે મનોનયન કરી શકે છે.
  • તમામ આંતરાષ્ટ્રીય સમજૂતીઓ અને સંધિઓ રાષ્ટ્રપતિના નામે જ થતી હોય છે
  • .
  • સંસદમાંથી પસાર કરેલા કોઈ પણ ખરડા પર અંતિમ મોહર રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવતી હોય છે અને તેઓ ઈચ્છે તો મંજૂરી આપવાનો ઈનકાર પણ કરી શકે છે.
  • રાષ્ટ્રપતિ દ્વારા ઈનકાર કર્યા બાદ ફરી સંસદ દ્વારા તે ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે તો તેમણે હસ્તાક્ષર કરવા જ પડે છે.

રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે?
વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિને પગાર 5 લાખ રૂપિયા પ્રતિ માસ મળે છે. આ સિવાય તેમને અન્ય ભથ્થા પણ મળે છે. 2017 પહેલા રાષ્ટ્રપતિને માત્ર 1.5 લાખ રૂપિયા પ્રતિ માસ મળતા હતા. તે સમયે ટોપ પર બ્યુરોક્રેટ્સ અને કેબિનેટ મંત્રીઓનો પગાર વધુ હતો. રાષ્ટ્રપતિને ફ્રી મેડિકલ સુવિધા, ઘર, વીજળી, ટેલીફોન બિલ સહિતના અન્ય ભથ્થા મળે છે. તેમને ક્યાંય આવવા જવાનું હોય તો તેના માટે પણ વિશેષ કાફલો ફાળવવામાં આવતો હોય છે.

administrator
R For You Admin