ગુજરાત મધ્ય ગુજરાત

વિદ્યાર્થીઓની વિધાનસભા – અમદાવાદનો વિદ્યાર્થી બન્યો એક દિવસનો મુખ્યમંત્રી, 2 મહિના ઈન્ટરવ્યૂ લેવાયા હતા

સીએમ તરીકે પ્રાઈવેટ સ્કૂલ ઝાયડસના ધોરણ 12ના વિદ્યાર્થી અમદાવાદનો રોહન રાવલની પસંદગી થઈ

વિધાનસભા ગૃહ, ગાંધીનગર ખાતે ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો’ તથા ‘ધી સ્કુલ પોસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ‘યુવા મોડેલ એસેમ્બલી’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

યુવા વિધાનસભામાં તમામ વિદ્યાર્થીઓ જ આજના દિવસે ધારાસભ્યો, મંત્રીઓ, વિરોધ પક્ષના નેતા અને મુખ્યમંત્રી તેમજ અધ્યક્ષ બન્યા છે. મંત્રી સ્થાને જે તે વિભાગના નેતાઓ અત્યારે તેમના વિભાગને લગતી કામગિરી પ્રશ્નોતરીના આધારે કરી રહ્યા છે. જેમાં સીએમ તરીકે પ્રાઈવેટ સ્કૂલ ઝાયડસના ધોરણ 12ના વિદ્યાર્થી અમદાવાદનો રોહન રાવલની પસંદગી થઈ છે. વિપક્ષ નેતા તરીકે ગૌતમ દવેની પસંદગી થઈ છે. 2 મહિના ઈન્ટરવ્યૂ લેવાયા હતા ત્યાર બાદ જ આ યુવા વિધાનસભા ઉભી કરવામાં આવી હતી. લોકસાહીની અંદર વિધાનસભામાં કઈ રીતે કાર્યવાહી થતી હોય છે તેનાથી વિદ્યાર્થીઓ અવગત થાય તે હેતુથી આ યુવા વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જ આજે વિધાનસભાનું એક દિવસનું સત્ર ચલાવશે જેમાં સરકાર અને વિપક્ષમાં સામ સામે પ્રશ્નોતરી અને જવાબો જે રીતે રીયલમાં વિધાનસભામાં થતા હોય છે તે જ રીતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.

વિધાનસભા અધ્યક્ષ તરીકે મિશ્રી શાહની પસંદગી થઈ છે જે આજે સંચાલન વિધાનસભા ગૃહનું આજે કરાશે. મોક યુવા વિધાનસભા પહેલીવાર આ પ્રકારે આયોજિત કરાઈ છે. જેમાં આજે પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. જેમાં વિપક્ષ દ્વારા વિવિધ વિભાગોને તેમની કામગિરીને લઈને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

ત્યારે આજના દિવસે અધ્યક્ષથી લઈને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ પણ રહી છે. જેઓ અત્યારે આ યુવા વિધાનસભા જે એક દિવસ માટે મળી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત વિપક્ષના ધારાસભ્યોની પણ આજના દિવસે વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.

– પ્રશ્નોત્તરી, સરકારી વિધેયક, બજેટ અને સંકલ્પો પણ રહેશે
યુવા મોડેલ એસેમ્બલીના કાર્યક્રમને મૂર્તિમંત બનાવવા માટે તેમાં પ્રશ્નોત્તરી, સરકારી વિધેયક, બજેટ અને સંકલ્પો જેવી સંસદીય કાર્યરીતિના ભાગરૂપ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના અધિકારીઓ દ્વારા ગાંધીનગરની સરકારી કોલેજના વિદ્યાર્થીઓનો તથા રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની પસંદગી સ્કુલ પોસ્ટ સંસ્થા દ્વારા ઇન્ટરવ્યુ લઇને કરવામાં આવી છે.

administrator
R For You Admin