ગુજરાત મધ્ય ગુજરાત

કાલે ખાનગી હોસ્પિટલના અંદાજિત 30થી 40 હજાર જેટલા ડૉક્ટરો હડતાળ પર જશે

દાખલ  દર્દીઓની સર્જરી જે કાલે થવાની છે તે રોકાઈ જશે. ખાસ કરીને સર્જરી પાછળ ઠેલાતા મુશ્કેલી પણ દર્દીઓ માટે વધી શકે છે.

ICU મામલે આપવામાં આવેલા આદેશ બાદ ડૉક્ટરો આવતી કાલથી હડતાળ પર જશે. લગભગ ગુજરાતના અંદાજિત 30થી 40 હજાર જેટલા ડૉક્ટર ઈમરજન્સી અને ઓપીડી સેવા બંધ રાખશે આમ વિરોધ તેઓ હડતાળ કરીને નોંધાવી રહ્યા છે પરંતુ ડૉક્ટરોની હડતાળના કારણે 30 હજાર જેટલી પ્લાન્ટ સર્જરીઓ અટકાઈ શકે છે. જો કે, દાખલ દર્દીઓની સર્જરી જે કાલે થવાની છે તે રોકાઈ જશે. ખાસ કરીને સર્જરી પાછળ ઠેલાતા મુશ્કેલી પણ દર્દીઓ માટે વધી શકે છે.

તમામ તસ્વીર સોર્સ ગુગલ પ્રતીકાત્મક તસ્વીર

 

ખાનગી હોસ્પિટલોને અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા નવા નિયમો લાગુ કરવા માટે નોટીસ આપવામાં આવી હતી અને આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા સહીતના આદેશ કરાયા છે. આઈસીયુ ગ્રાઉન્ટ ફ્લોર પર સિફ્ટ કરવા માટેનું સૂચન કરતી નોટીસ આપવામાં આવી હતી. મોટાભાગની તમામ હોસ્પિટલમાં આઈસીયુ ઉપર જ છે ત્યારે ડોક્ટરોએ આ નિર્ણયનો વિરોધ ગઈ કાલે પણ શાબ્દિક રીતે નોંધાવ્યો છે. ત્યારે ગઈ કાલે હડતાળની જાહેરાત કરી હતી અને આવતી કાલે કડકાઈથી ડૉક્ટર્સ દ્વારા પાલન પણ કરવામાં આવશે.

ખાસ કરીને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નોટિસ મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓની સમજણ પર પણ તબીબો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. જો કે, અગાઉ આગ લાગવાની ઘટનાઓ પણ બની છે જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખી આઈસીયુ સિફ્ટ કરવા માટે સૂચનો કરાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ નિયમ પ્રાઈવેટ હોસ્પિટલની સાથે સાથે સરકારી હોસ્પિટલમાં પણ લાગુ થશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ડૉક્ટરો આ નિયમનું પાલન ના કરતા શું પરીણામ આવી શકે છે. જેથી આ બાબતે ફેરવિચારણા થાય કે વચ્ચેનો રસ્તો નિકળે તો પણ નવાઈ નહીં. જો કે, સૌથી વધુ અમદાવાદ શહેરની પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા આ મામલે વિરોધ પહેલા નોંધવામાં આવ્યો હતો.

administrator
R For You Admin