ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં કોરોનાના કારણે બે કો-મોર્બિટ પેશન્ટના મોત, 312 નવા કેસો

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે કોરોનાના 16 જેટલા દર્દીઓ એડમિટ છે જેમાંથી 9 જેટલા કો-મોર્બિટના  કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધધટ જોવા મળી રહી છે ત્યારે મૃત્યુના કેસો પણ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના અને કો-મોર્બિટના કારણે 2 પેશન્ટના મોત નિપજ્યા છે. શહેરના નારણપુરા અને દરિયાપુરમાં એક-એક દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદમાં ગઈ કાલ કરતા સામાન્ય કેસોમાં વધારો જોવા મળ્યો હતો. શહેરમાં નવા 312 કેસો નોંધાયા છે.

અગાઉ 6 દિવસ પહેલા કોરોના પેશન્ટની મૃત્યુની ઘટના બની હતી ત્યારે આ પ્રકારે મોતના આંકડા પણ કેસો વધતાની સાથે ચિંતાજનક કહી શકાય છે. ખાસ કરીને કો મોર્બિટ પેશન્ટસ પર વધુ અસર કોરોનાની જોવા મળી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે કોરોનાના 16 જેટલા દર્દીઓ એડમિટ છે જેમાંથી 9 જેટલા કો-મોર્બિટના  કેસો સામે આવ્યા છે.

કોરોનાના કેસો એક બાજુ વધી રહ્યા છે પરંતુ જે રીતે ત્રીજી લહેરમાં આ કેસોનો વધારો થયો હતો તે ગતિએ વધારો જોવા નથી મળી રહ્યો. જૂન અને જુલાઈના રોજ આ પ્રકારના કેસોમાં વધુ વધારો જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરીયા પણ વધારવામાં આવી રહ્યા છે. જેથી કોરોના પર નિયંત્રણ આવી શકે અને વધુ સંક્રમણ અટકાવી શકાય.

administrator
R For You Admin