આરોગ્ય જીવનશૈલી

બદલાતી ઋતુમાં શરદી-ખાંસી થઇ છે? તો પીવો ‘આ’ રાબ, તરત થઇ જશે રાહત

પહેલાના સમયમાં મોટાભાગના લોકો અલગ-અલગ પ્રકારની રાબ વધારે પ્રમાણે પીતા હતા. જો કે આજે પણ અનેક ઘરોમાં રાબ બનતી હોય છે. રાબમાં પણ તમને હવે અનેક વેરાયટી જોવા મળે છે. પહેલા ઘઉંની રાબ અને બાજરીની રાબ લોકો વધુ પ્રમાણમાં પીતા હતા. આ રાબ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આ રાબ તમે અઠવાડિયામાં એક વાર પીવો છો તો શરદી-ખાંસી જેવી અનેક સમસ્યાઓથી તમે બચી શકો છો. આ રાબ તમારા શરીરમાં ગરમાવો લાવે છે જેના કારણે તમારું માઇન્ડ રિલેક્સ ફિલ કરે છે. તો આજે તમે પણ ઘરે બનાવો બાજરીના લોટની રાબ.

સામગ્રી

3 ચમચી દેશી ગોળ

2 ગ્લાસ પાણી

3 ચમચી ઘી

3 ચમચી બાજરીનો લોટ

½ ચમચી સૂંઠનો પાઉડર

ડ્રાયફ્રૂટસ પાઉડર

બનાવવાની રીત

  • બાજરીના લોટની રાબ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ઘી ગરમકરવા માટે મુકો.
  • ઘી ગરમ થાય એટલે એમાં બાજરીનો લોટ નાંખો અને સતત હલાવતા રહો, જેથી કરીને લોટ નીચે ચોંટી ના જાય.
  • બાજરીનો લોટ શેકાઇ જાય એટલે એમાં પાણી નાંખો અને 2 મિનિટ માટે થવા દો.
  • ત્યારબાદ આમાં જરૂર મુજબ ગોળ નાંખો. ગોળ બરાબર પીગળી જાય એટલે એમાં સુંઠનો પાઉડર નાંખો.
  • હવે આ રાબને ધીમા ગેસે 5 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
  • તો તૈયાર છે બાજરીના લોટની રાબ.
  • આ રાબમાં તમે ડ્રાયફ્રૂટ્સ પાઉડર પણ નાંખી શકો છો. આ પાઉડર તમે ઘરે જાતે પણ બનાવી શકો છો. આ પાઉડર હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ ડ્રાયફ્રૂટ્સ પાઉડરને તમે રોજ દૂધમાં નાંખીને પીવો છો તો હેલ્થને અનેક રીતે ફાયદો થાય છે. આ દૂધ તમે બાળકોને પણ પીવડાવી શકો છો.

તમને જ્યારે શરદી-ખાંસી થાય ત્યારે તમે આ રાબ પીવો છો તો તમને રાહત થઇ જાય છે.

administrator
R For You Admin