વાનગી શિક્ષણ જગત

વધેલા ભાતને હવે ફેંકતા નહિં, આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘કોર્ન પુલાવ’

તમારા ઘરે ભાત વધ્યા છે તો હવે તમે એને ફેંકી દેતા નહિં. આજે અમે તમારી માટે એક રેસિપી લઇને આવ્યા છીએ જે તમે વધેલા ભાતમાંથી બનાવી શકશો. તો જાણો ઘરે કેવી રીતે વધેલા ભાતમાંથી બનાવશો કોર્ન પુલાવ.

 

સામગ્રી

3 કપ વધેલા ભાત,વેજીટેબલ ઓઇલ,સ્વાદાનુંસાર મીઠું,એક ચમચી જીરું,એક ચમચી સુકા ધાણા,તજ,ઇલાયચી,ગરમ મસાલો,ઘી,લવિંગ,કોર્ન,ડુંગળી,કાળા મરી,લાલા મરચું,પાણી

બનાવવાની રીત

  • કોર્ન પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ કુકરમાં વેજીટેબલ ઓઇલ અને ઘી નાંખીને ગરમ કરી લો.
  • ત્યારબાદ એમાં તજ, લવિંગ, ઇલાયચી, કાળા મરી, સુકા ધાણા નાંખીને 5 મિનિટ સુધી થવા દો.
  • હવે આમાં કાપેલી ડુંગળી નાંખો અને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.
  • પછી લાલ મરચું નાંખો અને એકાદ મિનિટ માટે થવા દો.
  • હવે આમાં કોર્ના નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી કોર્ન નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • પછી આમાં જરૂર મુજબ પાણી એડ કરો.
  • હવે આમાં વધેલા ભાત એડ કરો. ભાત એડ કર્યા પછી બહુ હલાવવાના નથી. નહિં તો ભાતનો દાણો તૂટી જશે અને પુલાવ દેખાવમાં સારો લાગશે નહિં.
  • ધીમા ગેસ પર 10 થી 15 મિનિટ પુલાવને થવા દો.
  • તો તૈયાર કોર્ન પુલાવ.
  • હવે આ પુલાવને ગરમા-ગરમ સર્વ કરો.
  • જો તમે ઇચ્છો તો આ પુલાવ પર ઉપરથી કોથમીરથી પણ ગાર્નિશ કરી શકો છો. આ પુલાવ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. કોર્ન નાના બાળકો પણ ખાતા હોય છે એટલે એમને પણ આ પુલાવ બહુ ભાવશે.

administrator
R For You Admin