વાનગી શિક્ષણ જગત

મોનસૂનમાં ડિનરનો સ્વાદ ડબલ કરવા આ રીતે ઘરે બનાવો ‘આલુ કચોરી’

આલુ કચોરી એક એવી વાનગી છે જે ચોમાસામાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ ઘરે બનાવો આ રીતે.

તમને પણ વરસાદી વાતાવરણમાં કંઇને કંઇ નવું ખાવાની ઇચ્છા થાય છે? વરસાદની સિઝન કંઇક એવી હોય છે જેમાં તમને અલગ-અલગ આઇટમ ખાવાની બહુ જ મજા આવે છે. આ વાનગીઓમાં તમે અનેક પ્રકારે હવે ઘરે બનાવી શકો છો. નવી-નવી વાનગીના આઇડિયા હવે તમને અનેક જગ્યાએથી મળી જાય છે. તો આજે અમે તમને એક મસ્ત વાનગી બનાવતા શીખવાડીશું જે છે આલુ કચોરી..તો તમે પણ ઘરે બનાવો આલુ કચોરી..

સામગ્રી

2 કપ લોટ,1 કપ સોજી,તેલ,મીઠું,4 થી 5 બટાકા,હિંગ,ગરમ મસાલો,ઝીણાં સમારેલા લીલા મરચા,કોથમીર,આમચૂર પાઉડર

બનાવવાની રીત

 • આલુ કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો.
 • ઘઉંનો લોટ અને સોજીનો લોટ ઉપર જણાવ્યા મુજબ માપથી બાઉલમાં લઇ લો.
 • હવે એક ગેસ પર હુંફાળુ પાણી ગરમ કરી લો.
 • ત્યારબાદ આ લોટમાં મીઠું નાંખો અને ધીરે-ધીરે પાણી લોટમાં નાંખતા જાવો અને લોટ બાંધી લો.
 • પછી આ લોટને ઓછામાં ઓછો અડધો કલાક સુધી ઢાંકીને રહેવા દો. જો તમે આ લોટ તરત ઉપયોગમાં લેશો તો કચોરી બરાબર બનશે નહિં.
 • આ બધી પ્રોસેસ થઇ જાય પછી બટાકાને બાફી લો.
 • બટાકા બફાઇ જાય પછી એને મેશ કરી લો.
 • મેશ કરેલા બટાકામાં ગરમ મસાલો. ચાટ મસાલો, લીલા મરચા, આમચૂર પાઉડર નાંખીને મિક્સ કરી લો.
 • એક પેન લો અને એમાં થોડુ તેલ ગરમ કરવા માટે મુકો.
 • તેલ ગરમ થઇ જાય એટલે હિંગ નાંખીને બટાકાના મિશ્રણને એમાં એડ કરો અને 5 મિનિટ માટે થવા દો.
 • હવે આ મિશ્રણને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં લઇ લો.
 • પછી લોટમાંથી ગુલ્લા બનાવી લો અને નાની-નાની પુરી વણી લો.
 • આ પુરીમાં હવે બટાકાના મિશ્રણને ભરી લો અને પુરીને કિનારીથી બંધ કરી દો.
 • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
 • તેલ ગરમ થઇ જાય એટલે એમાં આ કચોરી નાંખો.
 • આછા બ્રાઉન રંગની થાય એટલે એને બહાર કાઢી લો.
 • તો તૈયાર છે આલુ કચોરી..

administrator
R For You Admin