બોલિવૂડ મનોરંજન

એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે કેસ નોંધ્યો, તપાસ શરૂ

તેને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. મુંબઈ પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મુંબઈઃ અભિનેત્રી કેટરિના કૈફ અને તેના પતિ વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. મુંબઈ પોલીસે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. વિકી કૌશલ અને કેટરીનાએ 2021માં લગ્ન કર્યા હતા.

મુંબઈ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અભિનેતા વિકી કૌશલની ફરિયાદ પર સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં સીઆર નંબર 911/2022 સાથે કેસ નોંધવામાં આવ્યો છે. આઈપીસીની કલમ 506(2), 354(ડી) અને આઈટી એક્ટની કલમ 67 હેઠળ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

વિકી કૌશલે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે એક વ્યક્તિ તેને અને કેટરિના કૈફને ધમકાવી રહ્યો છે અને ઈન્સ્ટાગ્રામ પર ધમકીભર્યા મેસેજ પોસ્ટ કરી રહ્યો છે. ફરિયાદી વિકી કૌશલે કહ્યું છે કે આરોપી તેની પત્નીનો પીછો પણ કરી રહ્યો છે અને તેને ધમકાવી રહ્યો છે.

administrator
R For You Admin