દેશ-વિદેશ

29 જુલાઇએ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે મોટી ભેટ! જાણો શું છે આ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)શુક્રવારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (gift city) ખાતે દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવશે. તેઓ યુનિફિલ્ડ રેગ્યુલેટર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીના હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે. ગિફ્ટ સિટી એ ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવા કેન્દ્ર (International Financial Services Centre) છે. આઇએફએસસી ઓથોરિટીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો શુભારંભ કરાવશે, જે ભારતમાં સોનાના નાણાંકીયકરણને વેગ આપવા ઉપરાંત જવાબદાર સોર્સિંગ અને ક્લોલિટીની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવશોધની સુવિધા આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવા અને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે ગ્લોબલ વેલ્યુ ચેઇનની સર્વિસ માટે સક્ષમ બનાવશે. તે મુખ્ય ગ્રાહક તરીકે વૈશ્વિક બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતને સક્ષમ બનાવવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનઃ લાગુ કરશે.” આ ઉપરાંત વડાપ્રધાન એનએસઇ આઇએફએસસી-એસજીએક્સ કનેક્ટ લોન્ચ કરશે. આ સિસ્ટમ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX)ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા નિફ્ટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડરને એનએસઇ-આઇએફએસસી ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર મોકલવામાં આવશે અને મેચ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી ખાતે આવેલી ઈન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાંકીય સેવાઓ અને નાણાંકીય સંસ્થાઓના વિકાસ-નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCAના મુખ્યાલયની ઈમારતની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSCની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.

કનેક્ટ પ્લેટફોર્મ ગિફ્ટ-આઇએફએસસી ખાતે ડેરિવેટિવ્ઝ બજારોમાં લિક્વિડિટીને વધુ ગાઢ બનાવશે. કનેક્ટ મારફતે ડેરિવેટિવ્ઝના વેપાર માટે ભારત અને આંતરરાષ્ટ્રીય અધિકારક્ષેત્રોના દલાલો અને ડીલરો મોટી સંખ્યામાં ભાગ લે તેવી અપેક્ષા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ આ કાર્યક્રમોમાં હાજરી આપશે.વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે

 

administrator
R For You Admin