ગુજરાત દક્ષિણ ગુજરાત

Surat Firing: સુરતના સરથાણામાં વેપારી પર ફાયરિંગ કરાવનાર પત્નીનો દોસ્ત નીકળ્યો

સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક થોડા દિવસ પહેલા હિરેન નામના કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમમાંથી એક ઇસમે પોતાની પાસે રહેલી ગન વડે હિરેન પર ફાયરિંગ કરી દીધુ હતું.

સુરત (Surat)ના સરથાણા વિસ્તાર (Sarathana Area)માં થોડા દિવસ પહેલા એક કાપડના વેપારી પર ફાયરિંગ (Firing)ની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે (Surat Police) અનિલ કાકડીયા નામના એક ઈસમની ધરપકડ કરી છે. અનિલે પોલીસની પૂછપરછમાં કબુલાત કરી છે કે, ભોગ બનનાર હિરેન તેની પત્નીને ત્રાસ આપતો હોવાને લઈ તેને બે ઈસમો પાસે આ કામ 60,000 રૂપિયા આપીને કરાવ્યું છે.

સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક થોડા દિવસ પહેલા હિરેન નામના કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમમાંથી એક ઇસમે પોતાની પાસે રહેલી ગન વડે હિરેન પર ફાયરિંગ કરી દીધુ હતું. ત્યારબાદ આ ઈસમો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સરથાણા પોલીસે ફાયરિંગ કરનાર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળ પર એક શંસ્કાસ્પદ કાર દેખાઈ હતી અને ત્યારબાદ આ કારના માલિકની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કાર અનિલ કાકડીયા નામના એક ઈસમની છે. તેથી પોલીસે અનિલ કાકડીયાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને હિરેન પર ફાયરિંગ કરાવ્યું હોવાની કબુલાત કરી હતી.

આરોપી અનિલે એવું પણ કહ્યું હતું કે, હિરેનની પત્ની અર્ચના જ્યારે ઓનલાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરતી હતી ત્યારે તે આરોપીના સંપર્કમાં આવી હતી અને આરોપી અનિલ કાકડીયા એ પણ અર્ચનાને કહ્યું હતું કે, તે હિરેનને સારી રીતે ઓળખે છે. તેથી અર્ચનાએ અનિલ કાકડીયાને કહ્યું હતું કે, હિરેન તેની સાથે મારઝુડ કરે છે અને હેરાન પરેશાન કરે છે. તેથી હિરેનને ડરાવવા માટે અનિલ કાકડીયાએ મધ્યપ્રદેશના અલીરાજપુરના બે ભાડૂતી માણસો બોલાવીને હિરેન પર ફાયરિંગ કરાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ઘટનાના મુખ્ય સૂત્રધાર અનિલ કાકડીયાની ધરપકડ કરી ફાયરિંગ કરનારની શોધખોળ શરૂ કરી છે.

administrator
R For You Admin