વાનગી શિક્ષણ જગત

અચાનક મહેમાન ઘરે આવે ત્યારે માત્ર 10 મિનિટમાં બનાવો ‘અફગાની પનીર’

અફગાની પનીર ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે આ રીતે અફઘાની પનીર બનાવશો તો ટેસ્ટમાં હોટલ જેવી જ બનશે.

ઘરમાં કોઇ અચાનક મહેમાન આવી જાય અને એમને જમવાનું હોય તો મન વિચારોમાં પડી જાય છે. શું બનાવવુ અને શું ના બનાવવું એ એક પ્રશ્ન હોય છે. ઘરમાં અચાનક આવતા મહેમાન મહિલાઓ માટે ચિંતાનો વિષય બની જાય છે. આમ, પણ મહેમાન ઘરે આવે એટલે સારું અને કંઇક નવું જમવાનું બનાવવું પડે. પનીરની વાત કરીએ તો એ બાળકોથી લઇને એમ મોટાં એમ દરેક લોકોને ભાવતુ હોય છે. આ સાથે જ આ રેસિપી સરળતાથી બની જાય છે. આમ, જો તમારા ઘરે પણ અચાનક મહેમાન આવી જાય છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો તમે પણ ફટાફટ ઘરે આ રીતે બનાવો અફગાની પનીર…

સામગ્રી

2 કપ પનીર,3 ચમચી માખણ,½ ક્રીમ,3 ચમચી દૂ ધ,કાજુ,લીલા મરચા,ગરમ મસાલો,ખસખસ,મીઠું,તેલ,મગજતરીના બી

બનાવવાની રીત

અફગાની પનીર બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો.

આ બાઉલમાં પનીરના ટુકડા મુકો. પનીરના ટુકડાને થોડીવાર પાણીમાં રાખો જેથી કરીને સોફ્ટનેસ આવે.

આ પનીરના ટુકડામાં ખસખસ અને મગજતરીના બી મિક્સ કરી દો.

હવે કાજુની પેસ્ટ બનાવી લો અને ખસખસ સાથે મિક્સ કરી લો.

ત્યારબાદ આમાં ક્રીમ, દૂદ, માખણ, ગરમ મસાલો, લીલા મરચા અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો.

આ બધી જ વસ્તુ નાંખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો અને 5 થી 7 મિનિટ માટે રહેવા દો.

આ પ્રોસેસ થઇ જાય એટલે એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

તેલ ગરમ થઇ જાય એટલે એમાં પનીરના ટુકડા મિક્સ કરીને ફ્રાઇ કરી લો.

હવે પનીરને મસાલામાં મિક્સ કરીને મહેમાનોને પીરસો.

તમે મહેમાનો માટે આ રેસિપી બનાવો છો અને એમને ખવડાવો છો તો મહેમાન ખુશ થઇ જાય છે અને એમને ખાવાની પણ મજા પડશે.

અફગાની પનીર એક એવી રેસિપી છે જે બાળકોને પણ ખૂબ ભાવે છે.

administrator
R For You Admin