જો તમને પણ ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરવાની આદત છે તો જાણી લેજો કે તે તમારા માટે ખતરનાક બની શકે છે. હાલમાં જ એક નવા રિસર્ચ અનુસાર જે લોકો પોતાના ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરે છે તેમના મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીમાં ૨૮% વધારે હોય છે. આ રિસર્ચ પાંચ લાખ લોકો ઉપર કરવામાં આવેલ. ભોજનમાં મીઠું ઓછું લેવું યોગ્ય છે, પરંતુ તે જાણવું પણ જરૂરી છે કે મીઠામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને બ્રોમાઈડ મળી આવે છે. એટલા માટે શરીરને હેલ્ધી રાખવા માટે આ તત્વોની જરૂરિયાત હોય છે. પરંતુ જો મીઠું વધારે ખાવાની આદત હોય તો તે ખુબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
શું તમે જાણો છો કે આપણા દેશમાં લોકોને વધારે મીઠું ખાવાની આદત છે. ઇંગ્લેન્ડના જર્નલ, ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં સૌથી વધારે મીઠું ભારતીય લોકો ખાય છે. આપણે દરરોજ ફક્ત પાંચ ગ્રામ મીઠું ખાવાની જરૂરિયાત હોય છે. યાદ રાખો કે આપણે દરરોજ ભોજનમાં એક નાની ચમચી મીઠું લેવું જોઈએ. વળી જાણી લો કે એક દિવસમાં તમારે ૨.૩ ગ્રામ સોડિયમ લેવું જોઈએ, જે તમને પ ગ્રામ મીઠામાં મળી શકે છે.
WHO નાં રિપોર્ટ અનુસાર વધારે માત્રામાં ભોજનમાં મીઠું લેવું હૃદય માટે મોટો ખતરો છે. વધારે પડતા મીઠાના સેવનથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો રહે છે. તેનાથી ફક્ત હૃદય કમજોર થતું નથી, પરંતુ હાર્ટ એટેક પણ આવી શકે છે. હૃદય સાથે જોડાયેલી બીમારીઓથી બચવા માટે સૌથી કારગર ઉપાય છે કે આપણે ભોજનમાં મીઠાની ઓછી માત્રા નો ઉપયોગ કરવો જોઈએ.
આજકાલ જંકફુડ અને રેડી ટુ ઇટ ફુડ ઉપર આપણે વધારે નિર્ભર છીએ, જેમાં મીઠાની માત્રા સૌથી વધારે હોય છે. આ પ્રકારના ફુડનું સેવન સ્ટ્રોક જેવા ગંભીર ખતરા ને વધારી શકે છે. જાણી લો કે ભોજનમાં ઉપરથી વધારે મીઠું ઉમેરવું ખુબ જ ખતરનાક છે. તેના લીધે હૃદય અને કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે અને સર્ક્યુલેટરી સિસ્ટમ નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે. ઉપરથી મીઠાનો છંટકાવ કરવાની આદત એક નશા જેવી હોય છે.
શું તમે જાણો છો કે જ્યારે મીઠું ભોજનની સાથે પાકી જાય છે તો તેના આયર્નનું સ્ટ્રકચર બદલી જાય છે અને તમારું શરીર તેને જલ્દી ઓબ્ઝર્વ કરી લે છે. પરંતુ જ્યારે તમે કાચું મીઠું ઉપરથી ઉમેરો છો તો તેનું સ્ટ્રકચર બદલતું નથી, એટલા માટે શરીર તેને ખુબ જ ધીરે ધીરે ઓબ્ઝર્વ કરી શકે છે, જેના લીધે કાચું મીઠું હાઇપર ટેન્શન અને હાઈ બ્લડપ્રેશરનું કારણ બને છે.
વધારે મીઠાની સાથે ઓછું મીઠું ખાવું પણ ખતરનાક છે. તેનાથી તમે લો બ્લડ પ્રેશરના પેશન્ટ બની શકો છો, તમે ટાઈપ-૨ ડાયાબિટીસના શિકાર થઈ શકો છો. સાથોસાથ સુસ્તી અને ઉલટી ની પણ સમસ્યા થઈ શકે છે, બ્રેઇન અને હાર્ટ માં સોજો આવી શકે છે, સોજા ને લીધે માથાનો દુખાવો, કોમા અને એટેક પણ આવી શકે છે. શરીરના જ અંગોને જેટલું લોહી જોઈએ તે ત્યાં સુધી પહોંચી શકતું નથી. એટલા માટે જરૂરિયાત કરતાં ઓછું મીઠું ખાવું પણ ખતરનાક છે.