બોલિવૂડ મનોરંજન

આખી દુનિયાને મુર્ખ બનાવી રહી છે ઉર્ફી જાવેદ, તેના શરીરનો આ પાર્ટ છે નકલી, વિડીયો પોતે જ કર્યો ખુલાસો

ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ પોતાના અતરંગી પહેરવેશને લીધે ઓળખવામાં આવે છે. તે દર વખતે પોતાની ડ્રેસીંગ માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની સાથોસાથે તે પોતાના કપડાની સાથે એવા એવા એક્સપેરિમેન્ટ કરે છે કે તેને જોઈને લોકો પણ દંગ રહી જાય છે. હવે ઉર્ફી જાવેદે પોતાના શરીરને લઈને આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલ એક વીડિયોમાં ઉર્ફી જાવેદે કહ્યું હતું કે તેના શરીરનો એક હિસ્સો સંપુર્ણ રીતે નકલી છે.

હકીકતમાં હાલમાં જ ઉર્ફી જાવેદ એક ફાટેલ ડ્રેસ પહેરીને ઇવેન્ટમાં હાજરી આપવા માટે પહોંચી હતી. આ દરમિયાન ઉર્ફી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. ઇવેન્ટમાં ઉર્ફીને વરસાદની ઋતુમાં ખાવા પીવાની ચીજોને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે તે મકાઈ ખાતી નથી. કારણ કે તેના બધા દાંત નકલી છે. ઉર્ફી જાવેદે કહ્યું હતું કે, “જો હું મકાઈ ખાઈશ તો મારા બધા દાંત તુટી જશે, કારણ કે બધા દાંત નકલી છે.” જોકે ત્યારબાદ ઉર્ફીએ કહ્યું હતું કે તેને ખાવા પીવાનો ખુબ જ શોખ છે અને તે અવારનવાર કંઈક ને કંઈક ખાતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી વિશે આ હકીકત જાણીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતમાં ઘણી વખત હિરોઈન પોતાની સુંદરતા માટે હેર એક્સટેન્શન, નેલ્સ એક્સટેન્શન અને તમામ પ્રકારની બ્યુટી સર્જરી કરાવતી હોય છે. પરંતુ આ વાત દરેક લોકોને પહેલી વખતે જાણવા મળી કે ઓળખી ના બધા દાંત નકલી છે.

ઉર્ફી જાવેદ બુધવારના રોજ મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્પોટ થયેલી હતી, જ્યાં તેની ડ્રેસીંગ સેન્સ જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા. આ વખતે ઉર્ફીએ કોલર ની નીચેથી ફાટેલી ડ્રેસ પહેરેલી હતી અને ખુબ જ ચર્ચામાં રહી હતી. ઉર્ફીએ શોર્ટ ડ્રેસ પહેરી હતી અને આ ડ્રેસ તેના ડિઝાઇનરે એકદમ અલગ બનાવી હતી. ઉર્ફી જાવેદનું આ રૂપ જોઈને મુંબઈનાં રસ્તા ઉપર પણ ટ્રાફિક જામ થઈ ગયું હતું અને લોકો તેને જોઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદનું નામ હાલમાં જ મોસ્ટ સર્ચ એશિયનનાં લિસ્ટ માં સામેલ થયું છે. ખાસ વાત એ છે કે આ લીસ્ટમાં ઉર્ફીએ કિયારા અડવાણીથી લઈને જ્હાન્વી કપુરને પણ પાછળ છોડી દીધેલ છે. એટલે કે કિયારા અડવાણી અને જ્હાન્વી કપુર કરતાં પણ લોકો ઉર્ફી જાવેદને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી રહ્યા છે.

administrator
R For You Admin