આજે વસંત વિહારમાં સમર્થકો સાથે તેઓ ચર્ચા કરશે અને અભિપ્રાય મેળવશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક પાર્ટીઓ જે રીતે સક્રીય બની રહી છે ત્યારે હવે મોટા દિગ્ગજ નેતાઓ પણ સક્રીય જોવા મળી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આગામી સમયમાં સક્રીય રાજકારણમાં આવવાને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે તેમના નિવાસસ્થાને શંકરસિંહ વાઘેલાએ બેઠક બોલાવી છે. જે 11 કલાક બાદ યોજવામાં આવશે.
શંકરસિંહ વાઘાલે ઘણા સમયથી સક્રીય રાજકારણથી દૂર છે ત્યારે અગાઉ તેમનો દારુકાંડ મામલે તાજેતરમાં જ વીડિયો બહાર આવ્યો હતો. જેમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને દારુબંધીને લઈને પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ફરી એકવાર શંકરસિંહ વાઘેલા સક્રીય રાજકારણમાં ચૂંટણી પહેલા આવવાની મોટી જાહેરાત કરી છે. તેમણે આજે વસંત વિહારમાં બેઠક બોલાવી છે. સક્રીય રાજકારણમાં આવવાના સંકેત આ માની શકાય છે. વસંત વિહારમાં સમર્થકો સાથે તેઓ ચર્ચા કરશે અને અભિપ્રાય મેળવશે. ત્યાર બાદ ગણતરીના દિવસોમાં પોતાની રાજકીય સફર કઈ પાર્ટી સાથે આગળ વધારવી તેને લઈને પણ નિર્ણય લઈ શકે છે. જેથી આ મામલે આજે તેમને આ ખાસ બેઠકનું આયોજન કર્યું હોવાનું સૂત્રો પાસેથી મળી હતી.