ગુજરાત દક્ષિણ ગુજરાત

વલસાડની અંભેટીમાં આવેલ એક જ શાળામાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થિઓ કોરોના સંક્રમિત

વલસાડ જિલ્લામાં 2 દિવસ પહેલા કપરાડાના અંભેટીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે રહેતી 2 વિદ્યાર્થિની સંક્રમિત જાહેર થઈ હતી. જે બાદ આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ કેમ્પ રાખતા વધુ 13 વિદ્યાર્થીઓ સંક્રમિત જાહેર થતા કપરાડા તાલુકા અને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોરોના સંક્રમિત જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં અલગ આઇસોલેશન વોર્ડ ઉભો કરી તેમાં રાખવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લામાં સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા આરોગ્ય વિભગની ટીમને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને સમયસર કોરોના ટેસ્ટ કરવી લેવા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 22 જેટલા લોકો સંક્રમિત જાહેર થયા હતા. જે પૈકી કપરાડા તાલુકાના અંભેટી જવાહર નવોદય વિદ્યાલય શાળામાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓનો સમાવેશ થતા તાલુકા અને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભગની ટીમે સંક્રમિત જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં જ આઈસોલેશનમાં રહેવા માટે ખાસ સૂચના આપી છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે

administrator
R For You Admin