ગુજરાત મધ્ય ગુજરાત

કેવી રીતે ટીબી મુક્ત બનશે ગુજરાત – ગુજરાતમાં કોરોનાથી 5 મહિનામાં 825ના જીવ ગયા જ્યારે ટીબીથી 2675ના મૃત્યું

5 વર્ષથી વધુ સમયગાળામાં 6.50 લાખથી વધુને ટીબી થયો છે.

કોરોનાથી જેટલા મૃત્યુ નથી થયા એટલા મોટ ટીબીના રોગના કારણે જાન્યુઆરીથી મે મહિનાના છેલ્લા પાંચ મહિનામાં થયા છે. ગુજરાતમાં 5 મહિનામાં ટીબીના કારણે 2657 લોકોના મોતનો ચિંતાજનક આંકડો સામે આવ્યો જ્યારે કોરોનાના કારણે આજ સમયગાળામાં 825 મોત કોરોનાના કારણે થયા છે. કોરોના જો ચિંતાજનક છે તો ટીબીના આ આંકડાઓ જોતા આ આપણા માટે વધુ ચિંતાજનક છે. બીજી તરફ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત અને ટીબી મુક્ત ગુજરાતને લઈને પહેલ ચાલી રહી છે પરંતુ આ પ્રકારના આંકડાઓને જોતા શું આ શક્ય બનશે. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે દર મહિને 13 હજાર જેટલા ટીબીના એવરેજ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં આ પાંચ

મહિનાના સમયગાળા દરમિયાન 68,718 દર્દીઓ ટીબીનો ભોગ બન્યા છે.
ટીબીના વધી રહેલા કેસો એટલા માટે ચિંતાજનક છે કેમ કે, ગુજરાતમાં આ આંકડો અન્ય રાજ્યોની સરખામણીએ ત્રીજા નંબર પર છે. જ્યારે 5 વર્ષથી વધુ સમયગાળામાં 6.50 લાખથી વધુને ટીબી થયો છે.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ટીબી મુક્ત ભારત અને ટીબી મુક્ત ગુજરાતને ધ્યાનમાં રાખીને હેલ્થ વિભાગ દ્વારા આ મામલે સક્રીયતા જરૂરથી દાખવવામાં આવી રહી છે પરંતુ મોતના આંકડાઓ અને ટીબીના દર્દીઓના આંકડાઓને જોતા વધુ કામગિરી આ મામલે આરોગ્ય વિભાગને કરવી પડે તેવી છે.

પાંચ મહિનામાં યુપીમાં સૌથી વધુ ટીબીના કારણે મોત 
ઉત્તર પ્રદેશમાંમાં ટીબીના કારણે 6896 લોકોના મોત, મહારાષ્ટ્રમાં 2845 લોકોના મોત થયા છે જ્યારે ગુજરાતમાં 2675ના મોત થયા છે. આમ મોતના આંકડાઓમાં ત્રીજા નંબર પર ગુજરાત છે. જો કે, અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં 2450ના મોત થયા છે તો કર્ણાટકનો નંબર પાંચમાં ક્રમે આવે છે જ્યાં અત્યાર સુધીમાં 2088 લોકોના મોત ટીબીના કારણે થયા છે.

administrator
R For You Admin