બારડોલી : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો યુવક બારડોલીની 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી ગયો હોવાની શંકાના આધારે બારડોલી ટાઉન પોલીસ મથકમાં સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી ની એક સોસાયટીમાં રહેતા અને શાકભાજી નો વેપાર કરતાં વેપારી ની 17 વર્ષીય પુત્રી ગત 26 મી જુલાઈ ના રોજ ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોને તેમની દીકરીને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા ના રજાળે ગામે રહેતો યોગેશ હિલાલ પાટિલ ભગાડી ગયો હોવાની શંકા ગઈ હતી. શોધખોળ બાદ પણ પુત્રીનો કોઈ પત્તો નહીં લાગતાં પિતા એ બારડોલી ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો અને યોગેશ ની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. યોગેશ તેમની પુત્રી ને લગ્ન ની લાલચે વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાનું ફરિયાદ માં જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદ ના આધારે યોગેશ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી બંને ની શોધખોળ હાથ ધરી છે. હાલ સમગ્ર પ્રકરણની તપાસ બારડોલી ટાઉન પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર બી. કે. પટેલ કરી રહ્યા છે.