oint Pain during Monsoon: વરસાદ અથવા ભેજવાળા વાતાવરણમાં સાંધાનો દુઃખાવો ખાસ કરીને જેઓને આર્થરાઇટિસની બીમારી હોય તો આ સિઝનમાં દર્દ વધી જાય છે. આનાથી રાહત મેળવવા માટે આયુર્વેદિક ડોક્ટર ઐશ્વર્યા (Dr.Aiswarya Santhosh, Ayurveda doctor) પાસેથી જાણો આ ટિપ્સ.
Ayurveda Tips for Joint Pain: પહેલાંના જમાનામાં સાંધાના દુઃખાવાની સમસ્યા વધતી ઉંમરે જ જોવા મળતી હતી, પરંતુ આજકાલ યુવા વર્ગમાં પણ આ સમસ્યા જોવા મળે છે. ઘણીવાર તમે યંગ જનરેશનને પણ સાંધાના દુઃખાવાની ફરિયાદ કરતાં સાંભળ્યા હશે. હકીકતમાં આ સમસ્યા અસંતુલિત જીવનશૈલી, અનહેલ્ધી ખોરાક અને બેઠાડાં જીવનના કારણે થાય છે.
મેથી, આદુ અને હળદર કરો સામેલ
આયુર્વેદ નિષ્ણાત અનુસાર, વરસાદમાં તમારાં ખાન-પાનમાં કેટલાંક ફેરફાર કરવાની જરૂર હોય છે. તેથી આ દિવસો દરમિયાન આહારમાં મેથી, આદુ અને હળદરને સામેલ કરો. શક્ય હોય ત્યાં સુધી વધારે પડતાં મીઠાં, ખાટાં કે નમકીન સ્વાદનું સેવન ટાળો.
ગરમ ભોજન છે ફાયદાકારક
વરસાદમાં ભેજ સાથે થોડી ઠંડી પણ લાગે છે જેના કારણે સાંધાનો દુઃખાવો વધી જાય છે. ઉપરાંત ઠંડી અને શુષ્ક વસ્તુઓ શરીરમાં વાત દોષ વધારે કરે છે. તેથી ગરમ ભોજન અને પીવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ કરો. ભોજનને ઘી અથવા તલના તેલમાં બનાવો.
મસાજથી ઓછું થશે દર્દ
ચોમાસામાં દુઃખાવાની જગ્યાએ અથવા આખા શરીર પર ગરમ તેલથી માલિશ કરો. આ સિવાય નહાતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરો. આનાથી શરીરમાં ભેજ અને ઠંડકનો પ્રભાવ ઓછો થશે અને મળશે.
વરસાદમાં જોઇન્ટ પેઇનમાં રાહત માટે આયુર્વેદિક ઉપાય
View this post on Instagram
હળવો વ્યાયામ
સાંધાના દુઃખાવામાં રાહત માટે સીડીઓનો ઉપયોગ કરો, હળવો વ્યાયામ કરો. પરંતુ વ્યાયામનો સમય સીમિત રાખો કારણ કે વધારે પડતાં પરિશ્રમથી પણ સાંધાના દુઃખાવાની સમસ્યા થઇ શકે છે.
નોંધઃ આ લેખ સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.