ગુજરાત મધ્ય ગુજરાત

ગર્ભાશયની સમસ્યા ધરાવતી મહિલાઓ માટે મોટા સમાચાર, હવે યુટ્રેસ ટ્રાન્સપ્લાન્ટ માટેનું દેશનું સૌથી મોટું કેન્દ્ર બનશે

ગર્ભાશયની સમસ્યા ધરાવતી મહિલાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદમાં Uterus transplant સેન્ટરને મંજૂરી મળી છે.

અમદાવાદઃ ગર્ભાશયની સમસ્યા ધરાવતી મહિલાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદમાં Uterus transplant સેન્ટરને મંજૂરી મળી છે. કિડની લીવરની જેમ હવે યુટ્રેસ ટ્રાન્સપ્લાન્ટ માટે દેશનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદમાં બનશે.

આ અંગેની વિગતો એવી છે કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ટ રિસર્ચ સેન્ટ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ દ્વારા ગત 6 જાન્યુઆરીના રોજ યુટ્રેસ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર શરૂ કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીને મંજૂર આપવામાં આવી છે. એક વર્ષ માટે આ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ડો. શૈલેષ પુટમેંબકર અને તેમની ક્વોલિફાઇડ ટીમ દ્વારા યુટ્રેસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

 

editor
R For You Desk