ગુજરાત દક્ષિણ ગુજરાત

વડોદરાની પોસ્ટ ઓફિસમાં ત્રણ દિવસમાં એક હજારથી વધુના રાષ્ટ્ર ધ્વજનું વેચાણ

વડોદરામાં ‘હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે અને શહેરની પોસ્ટ ઓફીસમાં ધ્વજનું વેચાણ માત્ર ત્રણ દિવસમાં એક હજારના આંકડાને વટાવી ગયું છે. મુખ્ય પોસ્ટ ઓફિસમાં ફ્લેગનો સ્ટોક પૂરો થઈ ગયો છે, કારણ કે અહી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નાગરિકો રૂ.25ની કિંમતે રાષ્ટ્રધ્વજ ખરીદી રહ્યા છે. નાગરિકોના પ્રચંડ પ્રતિસાદના આધારે અહિની પોસ્ટ ઓફિસે હજુ વધારે 10 હજાર ફ્લેગ્સનો ઓર્ડર આપ્યો છે.

પોસ્ટ ઓફિસો પર રાષ્ટ્રીય ધ્વજ વેચવાની જવાબદારી ભારત સરકારે 75મા સ્વતંત્રતા દિવસ પર દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પહેલ શરૂ કરી છે. પોસ્ટ ઓફિસોને ન્યૂનતમ ખર્ચે રાષ્ટ્રીય ધ્વજ વેચવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

વડોદરાના પોસ્ટ માસ્ટર જણાવે છે કે, “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ દક્ષિણ ગુજરાત પ્રદેશમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત પ્રદેશ હેઠળની તમામ 3619 પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ રૂ.25ની છૂટક કિંમતે ઉપલબ્ધ છે. ઈન્ડિયા પોસ્ટની અધિકૃત વેબસાઈટ દ્વારા પણ ત્રિરંગા ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે.

પોસ્ટ ઓફિસમાં સેલ્ફી ઝોન બનાવાયો વડોદરામાં પોસ્ટ ઓફિસ મારફત ધ્વજ વેચાણને વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે. ફક્ત ત્રણ દિવસમાં જ એક હજાર ધ્વજનું વેચાણ થયું છે. રાવપુરામાં હેડ પોસ્ટ ઓફિસ અમદાવાદથી હજુ વધુ ફ્લેગ માટે ઓર્ડર આપ્યો છે. દરેક પોસ્ટ ઓફિસમાં એક સેલ્ફી ઝોન પણ બનાવાયું છે. જ્યાં દરેક નાગરિક તેમની ઈચ્છા મુજબ સેલ્ફી લઈ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે છે.

editor
R For You Desk