જાણવા જેવું શિક્ષણ જગત

ઝાટકો / Facebook 1 ઓક્ટોબરથી બંધ કરવા જઈ રહ્યું છે આ ફીચર, યુઝર્સ નહીં લઈ શકે લાભ

ફેસબુકે આ લોકપ્રિય ફીચરને બંધ કરવાની જાહેરાત કરી છે અને આગામી 1 ઓક્ટોબરથી યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે નહીં. ફેસબુકે 1 ઓક્ટોબરથી તેની લાઈવ શોપિંગ સુવિધા બંધ કરવાની અને તેની મુખ્ય એપ અને ઈન્સ્ટાગ્રામ પર શોર્ટ-ફોર્મ વિડિયો પ્લેટફોર્મ રીલ્સ પર ફોકસ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે યુઝર્સ હજી પણ લાઇવ ઇવેન્ટ્સ ટેલિકાસ્ટ કરવા માટે ફેસબુક (Facebook) લાઇવનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓ તેમના ફેસબુક (Facebook) લાઇવ વિડિયોઝમાં પ્રોડક્ટ પ્લેલિસ્ટ અથવા પ્રોડક્ટ્સને ટેગ કરી શકશે નહીં.

શું છે ફેસબુક લાઇવ શોપિંગ ફીચર

ફેસબુકની લાઇવ શોપિંગ ફીચર ક્રિએટર્સને પ્રોડક્ટ્સ વિશે ટેલિકાસ્ટ કરવા અને વેચાણ કરવાની સુવિધા આપે છે. લાઈવ ફીચર સૌ પ્રથમ 2018માં થાઈલેન્ડમાં રોલ આઉટ કરવામાં આવ્યું હતું.

લાઇવ શોપિંગ ફીચર બંધ કરવાની જાહેરાત કરતા સમયે કંપનીએ શું કહ્યું

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુઝર્સ શોર્ટ-ફોર્મ વિડીયો જોવાનું પસંદ કરતા હોવાથી, અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પર અમારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. કંપનીએ એમ પણ જણાવ્યું કે જો તમે વીડિયો દ્વારા લોકો સુધી પહોંચવા અને તેમની સાથે જોડાવા માંગતા હોવ તો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રીલ અને રીલ જાહેરાતોનો પ્રયોગ કરવાનો પ્રયાસ કરો. તમે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર રીલ્સમાં પ્રોડક્ટ્સને પણ ટેગ કરી શકો છો. ફેસબુકે જણાવ્યું કે જેમની પાસે ચેકઆઉટ શોપ છે અને તેઓ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ શોપિંગ ઈવેન્ટ હોસ્ટ કરવા માગે છે, તેઓ આમ કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે જો તમે પહેલાનો લાઈવ વીડિયો સેવ કરવા ઈચ્છો છો, તો તમે તમારો વીડિયો તમારા પેજ અથવા ક્રિએટર સ્ટુડિયોમાં ડાઉનલોડ કરી શકો છો.

મેટા હવે રિલ્સ પર આપશે ધ્યાન- જનરેટ થઈ રહી છે વધુ રેવન્યૂ

મેટા (Meta) એ તેના ટિકટોક (TikTok) હરીફ શોર્ટ-વિડિયો મેકિંગ પ્લેટફોર્મ રીલ્સ પર જાહેરાતોથી 1 બિલિયન ડોલરનો વાર્ષિક રેવન્યુ રન રેટ વટાવી દીધો છે અને રીલ્સ હવે લોન્ચ થયા પછી સમાન સમયમાં Facebook/Instagram સ્ટોરીઝ કરતાં વધુ રેવન્યુ રન રેટ ધરાવે છે. મેટાએ પોતાના બીજા ક્વાર્ટરની અર્નિંગ કોલ દરમિયાન જાહેરાત કરી હતી કે લોકો રીલ્સ પર 30 ટકા વધુ સમય વિતાવે છે

editor
R For You Desk