ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

કચ્છ બાદ લમ્પીગ્રસ્ત વિસ્તાર જામનગરની સીએમએ લીધી મુલાકાત અસરગ્રસ્ત પશુ મામલે કરી સમીક્ષા

કેમ્પ રસીકરણ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. રૂ.૩૦ લાખના ખર્ચે ૫૦ હજાર ચો ફૂટ જગ્યામાં બનાવાયેલા આ આઇસોલેશન છે. જ્યાં સમીક્ષા કરાઈ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જામનગરના લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન સીટી પાછળ સોનલ નગર ખાતે જામનગરના લમ્પીથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ કરી સારવાર અને રસીકરણ સહિતની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, લમ્પીગ્રસ્ત પશુધનની સારવાર અને રસીકરણ માટે ઉભા કરાયેલા અલગ અલગ 4 શેડ્સનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.

 

મુખ્યમંત્રીએ લમ્પી સંદર્ભે આજે જામનગરમાં લમ્પી રોગગ્રસ્ત પશુઓની સારવાર માટે બનાવેલા આઇસોલેશન સેન્ટરની લીધી મુલાકાત લીધી હતી. પશુધન માટે ઉપલબ્ધ સુવિધાઓ, સારવાર કેમ્પ, રસીકરણ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. રૂ.૩૦ લાખના ખર્ચે ૫૦ હજાર ચો. ફૂટ જગ્યામાં બનાવાયેલા આ આઇસોલેશન છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શેડ્સ પણ તૈયાર કરાયા છે.
ખાસ કરીને અગાઉ કચ્છમાં પણ લમ્પીગ્રસ્ત વિસ્તારની મુલાકાત સીએમ એ લીધી હતી અને કેટલાક જરૂરી સૂચનો પણ સીએમ તરફથી આપવામાં આવ્યા હતા. કચ્છમાં અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ પશુઓ લમ્પીગ્રસ્ત બન્યા છે. તેમાં પણ કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં જામનગરમાં વધુ કેસો પશુઓના છે ત્યારે આ સંદર્ભે સીએમએ સમીક્ષા કરી હતી.

 

editor
R For You Desk