ગુજરાત દક્ષિણ ગુજરાત

Surat: સુરત એરપોર્ટ પરથી 6 કરોડના હિરા જપ્ત કરનાર અધિકારીની અચાનક બદલી કરવામાં આવતા રાજકારણ ગરમાયું

સુરત: થોડા દિવસ પહેલા સુરત એરપોર્ટ પરથી 6 કરોડના હિરા જપ્ત કરવામાં આવ્યા હતા. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ પરથી 6 કરોડના હીરા પકડનાર અધિકારીની અચાનક બદલી કરી દેવામાં આવી છે.

સુરત: થોડા દિવસ પહેલા સુરત એરપોર્ટ પરથી 6 કરોડના હિરા જપ્ત કરવામાં આવ્યા હતા. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ પરથી 6 કરોડના હીરા પકડનાર અધિકારીની અચાનક બદલી કરી દેવામાં આવી છે. હીરા પકડવાની ઘટનાના 8 જ દિવસમાં બદલી કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. કસ્ટમ વિભાગના મનીષ કુમારની બદલી જામનગર કરી દેવાઈ છે. મનીષ કુમારના સ્થાને જામનગરથી મહાવીર ચૌહાણની બદલી સુરત કરવામાં આવી છે. અચાનક બદલી કરી દેવાતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે, કરોડોના હીરા પ્રકરણમાં હીરા કોના હતા તે હજુ તપાસ ચાલી રહી છે. આ પહેલા જ અધિકારીની બદલી થતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું કોઈ મોટા માથાને બચાવવા બદલી કરવામાં આવી છે? જો કે અધિકારીની બદલી ક્યા કારણે કરવામાં આવી તે વાત હજી સુધી સામે આવી નથી.

 

administrator
R For You Admin