ઉત્તર ગુજરાત ગુજરાત

બનાસકાંઠા જિલ્લાની નજીક આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી

આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી આબુરોડ થી પાલનપુર જતા નેશનલ હાઇવે પર એક એક – બે બે ફૂટના રોડ વચ્ચે ખાડા પડતા વાહન ચલાકો પરેશાન બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ શરુ થયું અને ઠેર ઠેર ખાડારાજ શરુ થઇ ગયું છૅ.ત્યારે આબુરોડથી અમદાવાદને જોડતા  નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જોકે આ ખાડાઓ અનેકવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા હવે વાહનચાલકો ખાડા પુરવા માંગ કરી રહ્યા છે

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર નજીક આવેલો અમદાવાદ-આબુ રોડને જોડતા નેશનલ હાઇવે  પર ખાડારાજ સર્જાયું છે પાલનપુરથી આબુરોડ ને જોડતા માર્ગ પર ઠેર ઠેર  1-1 2-2 ફૂટના ખાડા પડી જતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે બીજી તરફ આ ખાડાઓને કારણે અનેકવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા વાહનચાલકો ભય સાથે વાહન હંકારી રહ્યા છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી ખાડાઓ પૂરવાની કામગીરી ન આરંભતા વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે મહત્ત્વની વાત છે કે આ નેશનલ હાઈવે પર  ચોમાસા દરમ્યાન પડેલા ખાડા ને પગલે  થોડા દિવસ અગાઉ આબુરોડ હાઈવે પર એક ટ્રક પલટી મારી ગઈ હતી .

administrator
R For You Admin