ખેતરોમાં મહી નદીનું પાણી ઘૂસી જતા ડાંગરના ઉભા પાકને વ્યાપક નુકશાન થયુ છે, હાલ ખેડૂતોએ (Farmer) સરકાર પાસે વળતરની માગ કરી છે.
પંચમહાલના (Panchmahal) મોટાભાગના ગામોમાં મહી નદીનું પાણી ઘૂસી જતા ડાંગરના ઉભા પાકને વ્યાપક નુકશાન થયુ છે. હાલ ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી છે. તો ખેતરો તળાવ બનતા ખેડૂતોની (Farmer) સ્થિતિ કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે કડાણા ડેમમાંથી 2 લાખ ક્યૂસેક પાણી છોડાતા મહી નદીનું (Mahiriver) જળસ્તર વધ્યુ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે હજુ પણ જળ સપાટી વધવાની સંભાવના છે. ખેડૂતોનુ કહેવુ છે કે દર વર્ષ ખેતરોમાં (Farm) નદીનુ પાણી ઘૂસી જાય છે. વારંવાર રજૂઆત કરવા છતા પણ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
કડાણા ડેમમાંથી પાણી છોડાતા વહીવટીતંત્ર કામે લાગ્યુ
કડાણા ડેમમાંથી (Kadana Dam) મહી નદીમાં પાણી છોડવામાં આવતા પંચમહાલના શહેરનું વહીવટી તંત્ર પણ કામે લાગ્યુ છે.શહેર- તાલુકાના નદી કાંઠા વિસ્તારના 12 ગામના લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે.અને મહી નદી કિનારે વસવાટ કરતા બીલીથા ગામના પરિવારોના 50 ઉપરાંત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદારે ઘટનાસ્થળની મુલાકાત લઈ રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.