આરોગ્ય બ્યુટી ટીપ્સ

મોંઘા પ્રોડકટ્સ નહિં, પરંતુ આ પેકથી ચહેરા પરના અણગમતા વાળને કરી દો દૂર

તમારા ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા માટે આ પેક સૌથી બેસ્ટ છે.

ચહેરાની સુંદરતા અણગમતા વાળને કારણે ખરાબ થઇ જાય છે. ઘણી મહિલાઓના ચહેરા પર અણગમતા વાળ હોય છે જે ચહેરાની સુંદરતાને ખરાબ કરીને મુકી દે છે. અણગમતા વાળને કારણે ઘણી વાર મેક અપ પણ રહેતો નથી અને ફેસ ખરાબ લાગે છે. જો કે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અનેક મહિલાઓ પાર્લરમાં જવાનો સહારો લેતી હોય છે, પરંતુ જો તમે આ ઘરેલુ પેકનો ઉપયોગ કરો છો તો તમારા ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જાય છે અને ચહેરો ક્લિન થાય છે.

ચણાના લોટમાંથી બનાવો પેક

ચણાના લોટને બેસન પણ કહેવામાં આવે છે. બેસન સ્કિન માટે સૌથી બેસ્ટ છે. તમે ચણાના લોટના આ પેકથી અણગમતા વાળને દૂર કરી શકો છો. તો જાણો આ પેક ઘરે કેવી રીતે બનાવશો.

સામગ્રી

5 થી 6 ચમચી ચણાનો લોટ

2 ચમચી હળદર

2 ચમચી મલાઇ

2 થી 3 ચમચી દૂધ

બનાવવાની રીત

  • ચણાના લોટમાંથી પેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં ચણાનો લોટ લો.
  • આ ચણાના લોટમાં હળદર, ક્રીમ, દૂધ નાંખીને એક પેસ્ટ તૈયાર કરી લો.
  • પેસ્ટ બનાવતા સમયે એ ધ્યાન રાખો કે પેસ્ટ બહુ પાતળી ના થઇ જાય.
  • પેસ્ટ પાતળી થઇ જશે તો ચહેરા પરના અણગમતા વાળ નિકળશે નહિં.
  • હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ હળવા હાથે મસાજ કરો.
  • ત્યારબાદ આ પેસ્ટ ચહેરા પર સુકાઇ જાય એટલે એને વિરુદ્ધ દિશામાં મોં પર મસાજ કરો અને પછી ચહેરો ચોખ્ખા પાણીથી ક્લિન કરી લો. આ મસાજ તમારે 10 મિનિટ સુધી કરવાનો રહેશે.
  • આ પેસ્ટ તમે તમારા ચહેરા પર સતત 15 દિવસ સુધી લગાવશો તો અણગમતા વાળ દૂર થઇ જશે અને તમારો ફેસ ક્લિન થઇ જશે.
  • આ પેસ્ટ તમારા ચહેરા પરની અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે.

administrator
R For You Admin