ઇલેક્ટ્રિશિયન (Lightman) દ્વારા પોલીસ સ્ટેશન (Police Station) ની વીજળી કાપવા (electricity cut) નો વીડિયો (Video viral) સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે.
શામલી : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના શામલી (Shamli) માં પોલીસ (Police fine) અને વીજળી વિભાગ વચ્ચે અનોખી લડાઈ જોવા મળી હતી. અહીં વિજળી વિભાગના કર્મચારીએ પોલીસ પર બદલો લેવા માટે પોલીસ સ્ટેશન (Police Station) ની વીજળી કાપી નાખી. ઉલ્લેખનીય છે કે, શામલીમાં ટ્રાફિક પોલીસે લાઇનમેનનું ચલણ (Police fine lightman) કાપી નાખ્યું હતું. આ ચલણ કાપતા રોષે ભરાયેલા લાઇનમેને પોલીસ સ્ટેશનની વીજળી કાપી નાખી, કારણ કે પોલીસ સ્ટેશનમાં રૂ. 56 હજારનું વીજ બિલ બાકી હતું. પોલીસ સ્ટેશનની વીજચોરી કાપી રહેલા લાઇનમેનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એવું કહેવામાં છે કે, થાના ભવનના પાવર હાઉસમાં તૈનાત મહેતાબનું ચલણ પોલીસે કાપી નાખ્યું હતું. ચારથાવલ તિરાહેમાં ચેકિંગ દરમિયાન પોલીસકર્મીઓએ મહેતાબને રૂ. 6000નું ચલણ ફટકાર્યું હતું. વીજળીકર્મીએ પોલીસકર્મીઓને કહ્યું કે તે વીજળી બનાવીને આવી રહ્યો છે, તેમ છતાં પોલીસે તેનું ચલણ કાપી નાખ્યું. જેના કારણે રોષે ભરાયેલા ઇલેક્ટ્રિશિયને પોલીસ સ્ટેશનની વીજળી કાપી નાખી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ઇલેક્ટ્રિશિયન દ્વારા પોલીસ સ્ટેશનની વીજળી કાપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, શામલીના થાનાભવન પોલીસ સ્ટેશનની બહાર લગાવવામાં આવેલા ઈલેક્ટ્રીક પોલ પરથી ઈલેક્ટ્રિશિયન પોલીસ સ્ટેશનનું કનેક્શન કાપી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા જ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની મજા માણી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની તપાસ કરવામાં આવતા કોન્ટ્રાક્ટ કર્મચારી મહેતાબે પોલીસ સ્ટેશનના પાવર કટની આખી વાત જણાવી હતી.
6000 રૂપિયાનું ચલણ કપાયું
કોન્ટ્રાક્ટ વર્કર લાઇનમેન મહેતાબનું કહેવું છે કે, તેનો પગાર માત્ર 5000 રૂપિયા છે. જ્યારે પોલીસકર્મીઓએ તેનું 6000 રૂપિયાનું ચલણ કાપી નાખ્યું. મહેતાબે મોટર સાયકલ પર લાઇન ચેક કરીને આવતા હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. ટ્રાફિક પોલીસે તેને અટકાવ્યો અને હેલ્મેટ માંગ્યું. જેના પર તેણે કહ્યું કે હું વીજલાઈન જોઈને આવું છું, ઉતાવળમાં હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો. મહેતાબે જણાવ્યું કે, તેણે પોલીસકર્મીઓને કહ્યું કે હવેથી તે હેલ્મેટનો ઉપયોગ કરશે અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરશે.
પરંતુ પોલીસે વીજ વિભાગના કર્મચારીઓ ખુબ લૂંટ કરે છે તેમ કહી તેનું ચલણ કાપી નાખ્યું. તમે વધુ બિલ મોકલો છો અને તમે ઇલેક્ટ્રિકલ વર્કર છો તો ચલણ ચોક્કસપણે કપાશે. જ્યારે પોલીસની સામેથી ઘણા લોકો ગયા, અને તેમણે ચલણ કાપ્યા વગર છોડી દીધા હતા.