ઉત્તર ગુજરાત ગુજરાત

થરાદઃ છોકરીઓને લાખોમાં વેચી સોદો પાડતી ગેંગ ઝડપાઈ, વિડીયો કૉલથી થતી ડીલ

થરાદ પોલીસે માનવ તસ્કરીનો મોટો પર્દાફાશ કર્યો છે. થરાદ તાલુકાના ડેલ ગામમાંથી સ્થાનિક પોલીસે એક છોકરીને દલાલોના ચુંગાલમાંથી છોડાવી છે. આરોપીઓએ મજબૂર માતા-પિતાને રુપિયાની લાલચ આપી તેમની દીકરીઓને ખરીદતા હતા. બાદમાં સરહદી વિસ્તારના અજાણ્યા લોકો સાથે સોદો પાડવામાં આવતો હતો. 40 હજારમાં ખરીદેલી એક છોકરીનો સોદો ચાર લાક રુપિયામાં પાડ્યો હતો.

  • થરાદમાંથી મોટુ માનવ તસ્કરીનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યુ છે
  • એક સગીર છોકરીને પોલીસે ગેંગની ચુંગાલમાંથી છોડાવી હતી
  • છોકરીને 40 હજારમાં ખરીદી અને 4 લાખમાં સોદો પાડ્યો હતો

થરાદઃ તાલુકાના ડેલ ગામમાંથી પોલીસે છોકરીઓ અને યુવતીને લાખો રુપિયામાં વેચાવના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અજાણ્યા પુરુષો સાથે સંપર્ક કરીને લાખો રુપિયામાં તેમને વેચવાનું કૌભાંડ ચાલતુ હતુ. ગરીબ ઘરની મજબૂર દીકરીઓને આ રીતે વેચીને સોદો થતો હોવાની બાતમી સ્થાનિક એએસપીને મળી હતી. જે બાદ પોલીસે આ બાતમીના આધારે ડી સ્ટાફને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. જે બાદ ગુલાબબેન વાઘેલાના ઘરેથી એક સગીર છોકરી (Tharad Human trafficking) મળી આવી હતી. જ્યારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો એવું જણાવ્યું કે, લગ્નના સોદામાં વેચાણ માટે તેને લાવવામાં આવી હતી. ત્યારે પોલીસે એક સગીર છોકરીને ગુનેગારોના ચુંગાલમાંથી છોડાવી હતી. ત્યારે પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધીને બે લોકોને દબોચી લીધા છે. પોલીસે આ મામલે (Tharad News) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મજબૂર માતા-પિતાનો ફાયદો ઉઠાવતા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસે જે સગીર છોકરીને બચાવી લીધી છે તેની ઉંમર 17 વર્ષ છે. આમ તો આ સગીર છોકરી મૂળ લુણાવાડાના મહિસાગરની વતની છે. પણ તે અમદાવાદના નરોડામાં પોતાના માતા-પિતા સાથે રહે છે. આ ગેંગના લોકોએ આ છોકરીના માતા-પિતાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. જે બાદ આરોપીઓએ માતા-પિતાને રુપિયાની લાલચ આપી હતી અને છોકરીને થરાદના ડેલ ગામમાં લઈને આવ્યા હતા. બાદમાં અજાણ્યા પુરુષો સાથે તેમનો સંપર્ક કરાવવામાં આવતો હતો અને સોદો કરવામાં આવતો હતો. ત્યારે એએસપી પૂજા યાદવે બાતમીના આધારે આ છોકરીને બચાવી લીધી હતી.

8 સામે ફરિયાદ, બે ઝડપાયા
પોલીસે સગીર છોકરીના માતા-પિતા સહિત આઠ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે બે લોકોને દબોચી લીધા છે. આ ગેંગ ગરીબ લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. ઝૂપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતા લોકોને રુપિયાની લાલચ આપતા હતા અને પછી છોકરીઓ કે યુવતીઓને થરાદમાં લાવીને સરહદી વિસ્તારમાં રહેતા અજાણ્યા લોકોને વેચી મારતા હતા.

administrator
R For You Admin