દેશ-વિદેશ

AAPના ઘણા MLA સંપર્કથી બહાર, નેતાએ કહ્યું- 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થયો

દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) અને વિપક્ષી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે આબકારી નીતિને લઈને ચાલી રહેલા આરોપો–પ્રત્યારોપો વચ્ચે રાજકીય ધમાસાણ વધી ગયું છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીની કેજરીવાલ સરકારને પાડવાનું કાવતરું રચી રહી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ઘણા ધારાસભ્યો સંપર્કમાં ન હોવાની વાત સામે આવી રહી છે. પાર્ટીના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે સંપર્ક થઈ રહ્યો નથી.

બીજી તરફ રાજકીય ઘટનાક્રમને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એક રિપોર્ટર મુજબ કેજરીવાલના આવાસ પર થનારી બેઠકમાં અત્યાર સુધી 36 ધારાસભ્ય પહોંચી ગયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશી માર્લેનાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીને સરકારને પાડવાનો પ્રયત્ન કરી રહી છે. અમારા ધારાસભ્યોને પૈસાઓની ઓફર આપવામાં આવી રહી છે અને તેમણે ધમકી આપવામાં આવી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીને પણ ધમકી આપવામાં આવી છે. આ પહેલો પ્રયત્ન નથી

આ અગાઉ પણ ભાજપ ઓપરેશન લોટસનો પ્રયત્ન કરી ચૂકી છે, પરંતુ તેઓ હંમેશાં નિષ્ફળ સાબિત થઇ છે. અરવિંદ કેજરીવાલના આવાસ પર થઈ રહેલી બેઠકમાં પહોંચેલા તિમારપુરના ધારાસભ્ય દીલિપ પાંડેએ દાવો કર્યો છે કે 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થયો છે. તેમણે કહ્યું કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ બાબતે તપાસ કરે કે 40 ધારાસભ્યોને તોડવા માટે 20 કરોડના હિસાબે 800 કરોડ ક્યાંથી આવ્યા? આ અગાઉ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યોએ ભાજપ પર 20-20 કરોડ રૂપિયાની ઓફર કરવા અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.

એવામાં આમ આદમી પાર્ટીને આશંકા છે કે ક્યાંક ભાજપ તેમના ધારાસભ્યો તોડી ના લે. એટલે બુધવારે સાંજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં નક્કી થયું કે બધા ધારાસભ્યોને બોલાવવામાં આવે. આ બેઠકમાં નજર એ વાત પર હશે કે કેટલા ધારાસભ્ય મીટિંગમાં પહોંચે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્ય છે. બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર સરકાર પાડવાનો પ્રયત્ન કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા.

indianexpress.com

સંજય સિંહે કહ્યું હતું કે, ભાજપના લોકો અમારા ધારાસભ્યને મળવા આવે છે અને ધમકી આપે છે કે, મનીષ સિસોદિયાની જેમ નકલી કેસ લગાવી દઇશું. તેમણે કહ્યું હતું કે સરકાર તોડવાની ભાજપની આ જ રીત છે, પરંતુ મનીષ સિસોદિયાની બાબતે આ પ્રયોગ નિષ્ફળ થઈ ગયો. એટલે હવે ધારાસભ્યોને તોડવા માટે 20-25 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે.

administrator
R For You Admin