ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

PM મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે ઉદઘાટન

શનિવારે સાંજે પીએમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવને સંબોધિત કરશે. રવિવારે સવારે વડાપ્રધાન મોદી ભુજમાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. જે લગભગ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ PM ભુજમાં ભુજ-ભીમાસર રોડ સહિત અંદાજે રૂ. 4400 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઓફિસ બિલ્ડિંગ અને સાબરમતીમાં ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટથી શરૂ થતા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ અમદાવાદ, ગાંધીનગર અને ભુજમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શનિવારે સાંજે પીએમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવને સંબોધિત કરશે.

રવિવારે સવારે વડાપ્રધાન મોદી ભુજમાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. જે લગભગ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ PM ભુજમાં ભુજ-ભીમાસર રોડ સહિત અંદાજે રૂ. 4400 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ સરદાર સરોવર પ્રોજેક્ટની નહેરનું ઉદ્ઘાટન કરશે, જે કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને 10 નગરોને પીવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં મદદ કરશે.
વડાપ્રધાન સરહદ ડેરીના નવા ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ, ભુજમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામમાં ડૉ બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર અને અંજારમાં વીર બાલ સ્મારક સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખાદી અને તેના મહત્વને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘ખાદી ઉત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે અને તે જ સમયે વિવિધ જિલ્લાઓમાંથી 7,500 મહિલા ખાદી કારીગરો ચરખો કાંતશે.

PM ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઓફિસ બિલ્ડિંગ અને સાબરમતીમાં ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે. સાંજે PM ગાંધીનગરમાં ભારતમાં સુઝુકીના 40 વર્ષની યાદગીરીમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. તેઓ ભારતમાં સુઝુકી જૂથના બે મુખ્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

administrator
R For You Admin