અમદાવાદનો ફૂટ ઓવરબ્રિજ જોવા હજારોની સંખ્યામાં મુલાકાતીઓ લોકો પહોંચ્યા ,રિવરફ્રન્ટ ઉપર મોર્નિંગ વોક કરવા આવતા લોકો ફૂટ ઓવર બ્રિજ પહોંચ્યા ,શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો, આજે રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી શકે છે
ગુજરાત પ્રવાસ દરમ્યાન અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ગઇકાલે વડાપ્રધાનના હસ્તે ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ કર્યા બાદ આજે લોકો અહી ઉમટી પડ્યા છે. વિગતો મુજબ આજે વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ઉપર મોર્નિંગ વોક કરવા આવતા લોકો ફૂટ ઓવર બ્રિજ પહોંચ્યા છે. આ સાથે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ફૂટ ઓવરબ્રિજ પહોંચ્યા હોય હવે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે.
ફૂટ ઓવરબ્રિજ જોવા લોકો પહોંચ્યા
પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ફૂટ ઓવરબ્રિજ લોકાર્પણ થયું અને એ સાથે જ અમદાવાદમાં પ્રવાસનનુ એક નવું ડેસ્ટિનેશન ઉમેરાઈ ગયું છે. આજે વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ઉપર મોર્નિંગ વોક કરવા આવતા લોકો ફૂટ ઓવર બ્રિજ પહોંચ્યા છે. આ સાથે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ફૂટ ઓવરબ્રિજ પહોંચ્યા છે. અને આજે રવિવાર એટલે રજાનો દિવસ એટલે આજે હજારોની સંખ્યામાં લોકો અહી આવી શકે છે.
PM મોદીએ ગઈકાલે જ કર્યું ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ
ગુજરાત પ્રવાસ દરમ્યાન અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. PM મોદી અટલ ફૂટ ઓવરબ્રીજની મુલાકાતે પહોંચ્યા હતા.આ દરમિયાન PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ સી.આર.પાટીલ સહીત મોટી સંખ્યામાં અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદીઓને એક નવું નજરાણું આપ્યું છે. અમદાવાદમાં નવા ફૂટ ઓવરબ્રીજનું આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું અને એ સાથે જ અમદાવાદમાં પ્રવાસનનુ એક નવું ડેસ્ટિનેશન ઉમેરાઈ ગયું છે
અટલ ફુટ ઓવર બ્રિજની ખાસિયત
અટલ ફુટ ઓવર બ્રિજની અનેક ખાસિયત છે. જેમાં બ્રિજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે. ફુટ કિઓસ્ક, સિટીંગ કમ પ્લાન્ટર, પારદર્શક કાચનું ફલોરીગ આ બ્રિજની સુંદરતામાં વધારો કરે છે. વધુમાં આ બ્રિજની કુલ લંબાઇ 300 મીટર છે. આઇકોનિક સ્ટીલ બ્રિજમાં 2600 મેટ્રિક ટન વજનનું લોખંડનું પાઇપ સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રક્ચર છતને સુંદરતા બક્ષે છે.વચ્ચેના ભાગે વુડન, તેમજ ફલોરીંગ ભાગે ગ્રેનાઇટ પાથરવામાં આવ્યા છે. સ્ટેઇનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ સુંદરતા સાથે મજબૂતાઈ બક્ષે છે. તો ડાયનેમિક કલર ચેઇન્જ થઇ શકે તેવું એલઇડી લાઇટીંગ રાત્રિ દરમિયાન સૌ કોઈનું ધ્યાન આકર્ષનાર બની રહેશે.a