ગુજરાત મધ્ય ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતે ઉપાડ્યું ત્રિકમ, અમિત શાહે કલોલના વડસર ગામે કર્યું વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે,વડસર ગામે વિકાસના કામોનું કર્યું ખાતમુહૂર્ત,અમિત શાહ જેડવા તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશનનું કર્યું ખાતમુહૂર્ત

આજે દેશના વડાપ્રધાનની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે મત વિસ્તારમાં કલોલના વડસર ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જેડવા તળાવના નવીનીકરણ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન મોદી પણ કચ્છના પ્રવાસે છે જ્યાં તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે મતવિસ્તારના કલોલના વડસર ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જેડવા તળાવના નવીનીકરણ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તળાવમાં તળાવમાં વોકિંગ ટ્રેક,ચિલ્ડ્રન એરીયા સહીતનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે ઓપન જિમ એરિયા,જળચર પ્લાન્ટસેશન એરિયાનો સમાવેશ છે.


વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 28 ઓગસ્ટ, 2022ના રોજ કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. 26 જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 470 એકરમાં ફેલાયેલું આ સ્મૃતિવન ભુજના જાજરમાન ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યું છે.

administrator
R For You Admin