ગુજરાત દક્ષિણ ગુજરાત

ભાજપના ક્યાં ધારાસભ્યોએ તિરંગા યાત્રામાં હાજર રહીને અલ્પેશ કથીરિયાને આપ્યું સમર્થન,પાટીદાર આંદોલન ફરીથી સક્રિય થશે ?

15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ના 75 વર્ષ અંતર્ગત સાથે પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે.

5 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ના 75 વર્ષ અંતર્ગત સાથે પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે.

પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસ નિમિતે અને શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાંતિ ચોકથી આ તિરંગા પદયાત્રા શરુ થઇ હતી અને માનગઢ ચોક ખાતે પૂર્ણ થઇ હતી. આ તિરંગા પદયાત્રામાં પાસના કન્વીનરો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ ભાજપના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા અને કિશોર કુમાર કાનાણી પણ આ તિરંગા પદયાત્રામાં જોડાયા હતા.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રા આજ રોજ સવારે 9:00 કલાકે ક્રાંતિ ચોક એટલે કે કિરણ ચોક ખાતેથી નીકળી હતી અને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મીની બજાર વરાછા રોડ પૂર્ણ થઇ છે. આ તિરંગા પદયાત્રામાં પાસના કન્વીનરો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ વરાછા, કતારગામ, સરથાણા એમ વગેરે વિસ્તારના યુવકો જોડાયા છે.

PAAS કન્વીનર ​​​​​​​ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદના પરિવારોના ન્યાય આપવાની તેમજ આંદોલન દરમિયાન જે પોલીસ કેસો થયા છે તે પાછા ખેચવા માટે આગમી દિવસોમાં અમે રણનીતિ જાહેર કરીશું

administrator
R For You Admin