ગુજરાત દક્ષિણ ગુજરાત

ત્રણ જાતના પોપટ, કાચબા ઘરમાં રાખવા અથવા ધંધો કરવો તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અંગે ગુનો બને છે

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના ઘરમાં વન્યજીવ પોપટને પિંજરામાં કેદ કરીને રાખતા વન્યજીવપ્રેમીઓએ વનખાતાને સાથે રાખીને દરોડો પાડી પોપટ અને એક લાલ મોંઢાના માંકડાને મુક્ત કરાવ્યા હતાં

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના ઘરમાં વન્યજીવ પોપટને પિંજરામાં કેદ કરીને રાખતા વન્યજીવપ્રેમીઓએ વનખાતાને સાથે રાખીને દરોડો પાડી પોપટ અને એક લાલ મોંઢાના માંકડાને મુક્ત કરાવ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે વન્યજીવ પોપટને શહેરના કેટલાંક લોકોએ પોતાના ઘરમાં પિંજરામાં કેદ કરીને રાખ્યા છે તેવી માહિતી વન્યજીવપ્રેમીઓને મળતા કાર્યકરો દ્વારા ખરાઇ કરાવવામાં આવી હતી અને બાદમાં આરએફઓ તેમજ સ્ટાફના માણસોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ૧૮ પોપટને પિંજરા સાથે કબજે કરવામાં આવ્યા હતા આ ઉપરાંત એક લાલ મોંઢાના માંકડાને પણ ઘરમાં કેદ કર્યું હોવાથી તેને પણ મુક્ત કરાવવામાં આવ્યું હતું.

તમામ વન્યજીવોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા બાદ તેમને ગેરકાયદે રાખનાર શખ્સો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. લાલ મોઢાંનું માંકડું આજવારોડ એકતાનગર વિસ્તારમાંથી કબજે કરાયું હતું જ્યારે ઘરમાં પિંજરામાં રાખેલ પોપટો એસઆરપી ગૃપ, કિશનવાડી, ગોરવા અને આજવારોડ વિસ્તારમાંથી કબજે કરાયા હતાં. ત્રણ જાતના પોપટ, કાચબા ઘરમાં રાખવા અથવા તેનો વેપાર કરવો ગુનો બને છે.

administrator
R For You Admin