ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

સુદામાપુરીમાં માટીના ગણપતિની મૂર્તિનું આગમન : પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા દરિયાઇ પ્રદૂષણને અટકાવવા અનોખી પહેલ

પ્રકૃીત ધ યુથ સોસાયટી દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી માટીના ગણપતિનું પ્રદર્શન યોજી લોકોને પોતાના ઘર આંગણે પીઓપીના બદલે માટીના ગણેશજીની સ્થાપના કરવા અપીલ કરવામાં આવી રહી છે. પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડો. સિધ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે પર્યાવરણ એ જીવનની સૌથી મોટી કળી છે.

ગુજરાત રાજ્ય ૧૬૦૦ કીમી દરિયો આવેલ છે. આ દરિયામાં પ્રદૂષણ પણ એટલું જ ફેલાઇ રહ્યું છે જેના કારણે દરિયાઇ સૃષ્ટિને નુકશાન ક્યાંક ને ક્યાંક પહોંચી રહ્યું છે. ત્યારે પોરબંદર પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા દરિયાઇ પ્રદૂષણને અટકાવવા છેલ્લા ઘણા વર્ષોથી માટીના ગણેશજી મંગાવે છે અને તેનું પ્રદર્શન યોજે છે. આ વર્ષે પણ કલ્યાણ હોલમાં માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું આગમન થઇ ગયું છે. ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદરના સિનીયર તબીબ ડો. સુરેશભાઇ ગાંધી, ઇતિહાસવિદ નરોતમ પલાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને આ પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું.

હાલ શિવપ્રિય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ પુર્ણ થવાને માત્ર એક દિવસ રહ્યો છે. ત્યારબાદ વિધ્નહર્તા ગણેશજીનું આગમન થશે. પોરબંદર શહેરમાં ગણેશ ઉત્સવની ભક્તિભાવ સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં પર્યાવરણનું જતન ખૂબજ જરૂરી છે. ત્યારે પ્રકૃીત ધ યુથ સોસાયટી દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી માટીના ગણપતિનું પ્રદર્શન યોજી લોકોને પોતાના ઘર આંગણે પીઓપીના બદલે માટીના ગણેશજીની સ્થાપના કરવા અપીલ કરવામાં આવી રહી છે. પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડો. સિધ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે પર્યાવરણ એ જીવનની સૌથી મોટી કળી છે. ઇશ્વર સાથે જોડાવાની અને ઇશ્વરના ખરા અર્થમાં ભક્તિ ત્યારે જ થાય જ્યારે આપણે તેની બનાવેલી સૃષ્ટિનું જતન કરીએ. આપણે સૌ ગણપતિબાપાને ભક્તિભાવ સાથે તેમની મુર્તિની સ્થાપના કરીએ છીએ. વિસર્જન બાદ આ મૂર્તિ રસ્તા ઉપર પગમાં આવે છે અથવા તો કુતરા અને અન્ય પશુઓ લઇને ફરે છે. તેમજ પીઓપીની મૂર્તિનું જો દરિયામાં વિસર્જન કરવામાં આવે તો દરિયાઇ જીવ સૃષ્ટિને નુકશાન કારક છે.

ત્યારે પ્રકૃતિ ધ યુથ સોસાયટી સંસ્થા દ્વારા છેલ્લા ૪ વર્ષથી નહીં નફો નહીં નુકશાનના ઉદેશથી મૂર્તિઓ લેવાય છે. સંસ્થાના તમામ સભ્યો ખૂબ દિલીથી આ કાર્યમાં જોડાય છે. લોકોની ઇચ્છાથી આ વર્ષે ધન્યતા ક્રિએશન દ્વારા અત્યંત મનમોહક મૂર્તિઓનો શણગાર કરવામાં આવ્યો છે. કલ્યાણ હોલમાં હાલ જે માટીની મૂર્તિઓ રાખવામાં આવી છે આ મૂર્તિઓમાં રંગબેરંગી વસ્ત્રો તથા આભુષણોથી શણગાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાગ્યેજ આ પ્રકારની મૂર્તિઓ જોવા મળે છે. એક ફુટથી લઇ ૪ ફુટ સુધીની માટીના ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.

આ માટીની મૂર્તિઓ એવી છે કે આપણા ઘરે પાણીની ડોલમાં સહેલાઇથી વિસર્જન કરી શકીએ છીએ. તા.ર૬ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી કલ્યાણ હોલ ખાતે સવારે ૧૧ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી આ પદર્શન ચાલુ રહેશે. પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા છેલ્લા ૪ વર્ષથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ મંગાવવામાં આવે છે. જેથી પર્યાવરણને તેમજ દરિયાઇ જીવ સૃષ્ટિને નુકશાન પહોંચતું અટકાવી શકાય છે. ર૬ ઓગસ્ટ સવારે આ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પોરબંદરના તબીબ જગતના સિનીયર ડો. સુરેશભાઇ ગાંધી તેમજ ઇતિહાસકાર નરોતમ પલાણજીની વિશેષ ઉપસ્થિતીમાં દિપ પ્રગટાવી આ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. હાલ ૪૦ ટકા જેટલી મૂર્તિઓનું બુકિંગ થઇ ગયું છે.

administrator
R For You Admin