આગામી 22 અને 23 સપ્ટેમ્બરના રોજ સત્ર બોલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પહેલા બે દિવસ ટૂંકુ સત્ર બોલાવવામાં આવશે. ખાસ કરીને વિધાસનભાનું ઉનાળું સત્ર અને બજેટ સત્ર માર્ચ મહિનામાં યોજવામાં આવ્યું હતું ત્યારે વિધાનસભાનું ચોમાસું સંભવિત સત્ર પણ આગામી સપ્ટેમ્બર મહિનામાં બે દિવસ માટે યોજવામાં આવશે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આગામી 22 અને 23 સપ્ટેમ્બરના રોજ સત્ર બોલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લું સત્ર યોજવામાં આવશે. ખાસ કરીને આ સંભવિત તારીખો છે ત્યારે આવતા સપ્તાહમાં કેબિનેટ બેઠકો બાદ જાહેરાત તારીખોને લઈને થાય તેવી શક્યતાઓ છે.
બે દિવસના સત્રની અંદર દિવંગત સભ્યોને શ્રદ્ધાજલી આપવામાં આવશે આ ઉપરાંત વિધાનસભાનું બીજા દિવસે કામકાજ શરુ કરાશે. આમ બે દિવસના સત્રને લઈને તૈયારીઓ શરુ કરાશે. અગાઉ માર્ચ મહિનામાં સત્ર મળ્યું હતું ત્યારે ચૂંટણીઓ નજીક હોવાથી ઉનાળું સત્ર છેલ્લુ સત્ર હોવાનો અંદાજ હતો પરંતુ ચૂંટણીઓની તારીખો હજુ સુધી જાહેર ના થતા સત્ર બે દિવસનું ટૂંકુ બોલાવવામાં આવી શકે છે. બે દિવસ કામગિરી સત્રને લઈને ચાલશે.