ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં ઢોરવાળા થઈ રહ્યા છે હાઉસફૂલ, જાણો ચાર દિવસમાં કેટલા પશુ પકડાયા

ત્રણ ઢોરવાળા બનાવવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે. બાકરોલમાં 1050, દાણીલિમડામાં 1800 ઢોર પાંજરે પુરાયા છે.

અમદાવાદમાં ઢોર પકડવાની કામગિરી પુરજોશથી થઈ રહી છે. અમદાવાદમાં ઢોરવાળા તેના કારણે ફૂલ થી રહ્યા છે. આ સમસ્યા સામે નવા ત્રણ ઢોરવાળા બનાવવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે. બાકરોલમાં 1050, દાણીલિમડામાં 1800 ઢોર પાંજરે પુરાયા છે.

8 ટીમ હતી તે હવેથી 21 ટીમ કરાઈ છે. જેમાં ખાસ કરીને 2 એસઆરપી અને 7 એએમસીના કર્મચારીઓની એક ટીમ પણ તેમાં સામેલ છે. હેલ્થ સોલિડ વેસ્ટની કમિટી મળી હતી તેમાં ઢોર પકડવા મામલે હાઉસ ફૂલ થઈ રહેલા ઢોરવાળાને લઈને મુદ્દો ચર્ચાયો હતો. કામગિરીમાં અડચણ મામલે પોલીસ ફરીયાદ કરવા પણ તેમાં સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને લાંભામાં 1, નરોડામાં 2 ઢોરવાડા બનશે.

અમદાવાદમાં ઢોર પર અંકુશ રાખવા માટે હાઈકોર્ટની સરકારને ટકોર બાદ એએમસી સીડીસી ડીપાર્ટમેન્ટ હરકતમાં આવ્યો છે પરંતુ તે છતાં પણ હજુ રસ્તે રઝળતા ઢોર તો જોવા મળી રહ્યા છે. પરંતુ પહેલાની સરખામણીએ રખડતા ઢોરની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આ કડકાઈ ક્યાં સુધી ચાલું રહેશે એ પણ જોવાનું રહ્યું કેમ કે, અગાઉ પણ હોઈકોર્ટે ઝાટકણી ઢોર પકડવા મામલે કાઢી હતી. પરંતુ ત્યાર બાદ પણ એ સ્થિતિ જોવા મળી હતી.

administrator
R For You Admin