જાણવા જેવું શિક્ષણ જગત

બાપ્પાના સ્વાગત માટે આ નેચરલ કલરથી કરો રંગોળી, ખુશ થઇ જશે વિધ્નહર્તા

બસ હવે એક જ દિવસ ગણેશ ચતુર્થીનો બાખી છે ત્યાં અનેક લોકો ઘામધૂમથી તૈયારીઓ કરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં આ તહેવારને ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. આ તહેવારમાં અનેક લોકો મજા કરતા હોય છે. એક દિવસ બાખી હોવાને કારણે અનેક લોકો પોતાનું ઘર તેમજ ઓફિસને સજાવી રહ્યા છે. ભગવાન શિવ અને ગૌરી પુત્ર ગણેશના જન્મદિવસના રૂપમાં આ તહેવારને મનાવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. જો કે ગણેશ સ્થાપના પહેલા અનેક લોકો પોતાનું ઘર સજાવતા હોય છે. આ ઘર સજાવવા માટે લોકો અનેક પ્રકારની રંગોળી પણ કરતા હોય છે. આમ, જો તમે બાપ્પાના સ્વાગત માટે આ રીતે રંગોળી કરો છો તો તમારો રૂમ મસ્ત લાગે છે અને કંઇક નવું પણ લાગે છે. તો તમે પણ આ રીતે બનાવો રંગોળી…

તમે તમારા ઘરમાં રંગ બનાવીને રંગોળી બનાવી શકો છો. આ રંગોળી બન્યા પછી બહુ જ મસ્ત લાગે છે. આ માટે તમે ફુડ કલર, હળદર જેવી અનેક વસ્તુઓની સાથે મિક્સ કરીને રંગોળી બનાવી શકો છો. રંગબિરંગ ફુડ કલર તમે રંગોળીના રૂપમાં ઉપયોગ કરો છો તો રંગોળી બહુ જ મસ્ત બને છે.

ફુલોની ડિઝાઇન્સ સાથે પણ તમે રંગોળી બનાવી શકો છો. ફુલો રંગોળીમાં બહુ મસ્ત લાગે છે. આ માટે તમે ગણેશજીને પહેલા ચોકથી દોરી લો અને પછી એમાં ફુલોથી શણગારો. આમ કરવાથી આ રંગોળી બહુ જ મસ્ત બને છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે. આ ફુલોની મહેંક તમારા આખા ઘરમાં આવે છે.

બજારમાંથ ગણપતિદાદાની સારી ડિઝાઇન્સ લાવીને પણ તમે રંગોળી બનાવી શકો છો. આ ડિઝાઇન્સમાં રંગ ભરીને તમે રંગોળીને એક નવું રૂપ આપી શકો છો. આ રંગોળી બન્યા પછી ખૂબ સુંદર લાગે છે. આ રંગોળી તમે તમારા ઘરમાં એન્ટ્રસમાં દોરો છો તો બહુ મસ્ત લાગે છે.

તમે રંગોળીને દીવાથી પણ સજાવી શકો છો. આ રંગોળી તમે ફુલ અને દીવા એમ બન્નેની સાથે બનાવો છો તો બહુ મસ્ત લાગે છે. ફ્લાવર્સની સાથે દીવા કરીને તમે ઘરને એક નવો લુક આપી શકો છો

administrator
R For You Admin