ગુજરાત મધ્ય ગુજરાત

કોંગ્રેસ દ્વારા 1 અને 2 ઓગષ્ટના રોજ 16 વિધાનસભામાં પદાયાત્રા કરવામાં આવશે

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી છે અને એક પછી એક ચૂંટણીલક્ષી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પદયાત્રા પણ યોજવામાં આવશે. રાહુલ ગાંઘીનો ગુજરાત પ્રવાસ આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ રહ્યો છે ત્યારે એ પહેલા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા 1 અને 2 ઓગષ્ટના રોજ 16 વિધાનસભામાં પદાયાત્રા કરવામાં આવશે.

33માંથી 16 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન અત્યાર પુરતુ કોંગ્રેસે કર્યું છે. 1 અને 2 સપ્ટેમ્બરના રોજ પદયાત્રાનું આયોજન કરાશે. આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ સામેલ થશે. જેઓ આ 16 તમામ વિધાનસભામાં બેઠક કરશે સાથે 5 થી 7 કિમી તમામ વિધાનસભામાં ચાલશે. આ ઉપરાંત રાહુલ ગાંધીનો અમદાવાદના કાર્યક્રમ યોજાવા ઈ જઈ રહ્યો છે ત્યારે અમદાવાદના આ કાર્યક્રમમાં પદયાત્રા થકી લોકોને જોડાવવા માટે નિવેદન કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

 

અગાઉ રાહુલ ગાંઘીના આદિવાસી વિસ્તારોમાં બે પ્રવાસો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત એ પહેલા 4થી 5 મહિના પહેલા દ્વારકામાં ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસને લઈને પણ તૈયારીઓ શરુ કરવામાં આવી છે

administrator
R For You Admin